Delhi

દિલ્હી એરપોર્ટ પર વિદેશી ચલણને પાપડના પેકેટની અંદર સંતાડી જતો વ્યક્તિ ઝડપાયો

નવીદિલ્હી
દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. સીઆઈએસએફે ૧૫.૫ લાખ રૂપિયાની વિદેશી કરન્સી જપ્ત કરી છે. આ કરન્સી પાપડના પેકેટની વચ્ચે સંતાડીને લઇ જવામાં આવી રહી હતી. આ કેસમાં કસ્ટમ વિભાગે ઋષિકેશ નામના વ્યક્તિની ધરપકડ કરી છે. જાણકારી પ્રમાણે ઋષિકેશ વિસ્તારાની ફ્લાઇટથી બેંગકોક જઇ રહ્યો હતો. સીઆઈએસએફને તેના પર શંકા જતા તેની બેગ તપાસી હતી. આ દરમિયાન બેગમાં પાપડ મળ્યા હતા. પાપડ વચ્ચે ૧૯,૯૦૦ અમેરિકન ડોલર હતા. જેની ભારતીય રૂપિયામાં ૧૫.૫ લાખ રૂપિયા કિંમત થાય છે. સીઆઈએસએફની પૂછપરછમાં ઋષિકેશ આ રકમનો કોઇ હિસાબ આપી શક્યો ન હતો. આ અમેરિકન ડોલર પાપડના પેકેટની અંદર સંતાડીને બહાર લઇ જવામાં આવી રહી હતી. આ પછી સીઆઈએસએફે આરોપીને કસ્ટમ વિભાગના હવાલે કરી દીધો હતો. કસ્ટમ વિભાગ એ માહિતી મેળવવાનો પ્રયત્ન કરી રહ્યું છે કે આરોપી અમેરિકન ડોલરને કયા ઉદ્દેશ્યથી સંતાડીને લઇ જતો હતો. ઝ્રૈંજીહ્લએ પોતાના ઓફિશિયલ ટિ્‌વટર એકાઉન્ટ પર પાપડ વચ્ચે રૂપિયા સંતાડીને લઇ જવાનો આરોપીનો વીડિયો પર શેર કર્યો છે. દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. ૈંય્ૈં ટર્મિનલ ્‌-૨ પર ઇન્ડીગોના નોઝ એરિયાની નીચે ગો ગ્રાઉન્ડમાં મારુતિની ગાડી આવી ગઇ હતી. આ વિમાન દિલ્હીથી પટના જવા માટે ઉડાન ભરવાનું હતું. કાર વિમાનના નોઝ વ્હિલ (આગળના પૈડા)થી ટકરાવવાથી બાલ બાલ બચી હતી. જાેકે આ દુર્ઘટનામાં કોઇ નુકસાન થયું નથી. પણ એ સવાલ ઉઠી રહ્યો છે કે આ કાર કેવી રીતે પહોંચી ગઇ? એરપોર્ટ અધિકારીઓએ જણાવ્યું કે ડીજીસીએ મામલાની તપાસ કરશે. અધિકારીઓએ કહ્યું કે દારૂના સેવન માટે કાર ચાલકનું બ્રેથ એનાલાઇઝર ટેસ્ટ પણ કરવામાં આવ્યો છે પણ તે નેગેટિવ આવ્યો છે. એટલે કે કાર ચાલકે દારૂ પીધો ન હતો. સૂત્રોના મતે વિમાનને કોઇ નુકસાન થયું નથી. આ ઘટના એરપોર્ટના ટર્મિનલ-૨ના સ્ટેન્ડ નંબર ૨૦૧ પર થઇ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *