નવીદિલ્હી
શરજીલ દ્વારા ૧૬ જાન્યુઆરી ૨૦૨૦ના રોજ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં આપેલા ભાષણ માટે તેની વિરુદ્ધ પાંચ રાજ્યોમાં રાજદ્રોહનો કેસ નોંધવામાં આવ્યો હતો. જેમાં દિલ્હી ઉપરાંત આસામ, ઉત્તર પ્રદેશ, અરુણાચલ પ્રદેશ અને મણિપુરનો સમાવેશ થાય છે. શરજીલની બિહારમાંથી ધરપકડ કરવામાં આવી હતી.શરજીલ ઈમામ પર આરોપ છે કે તેણે પોતાના ભાષણમાં આસામને દેશના બાકીના ભાગો સાથે જાેડતી જમીન (ચિકન નેક)ને કાપી નાખવાની વાત કરી હતી. શરજીલ ઈમામ આસામને દેશથી અલગ કરવાના ભાષણ બાદ ચર્ચામાં આવ્યો હતો. આ પછી તેની સામે ઘણા કેસ દાખલ કરવામાં આવ્યા હતા. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ દ્વારા શરજીલ વિરુદ્ધ ેંછઁછ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.દિલ્હી રમખાણો સંબંધિત મામલામાં આરોપી શરજીલ ઈમામ પર કોર્ટે રાજદ્રોહ, ેંછઁછ સહિત અન્ય કેટલીક કલમો લગાવવાનો આદેશ આપ્યો છે. સીએએ વિરોધી પ્રદર્શન દરમિયાન શરજીલના ભાષણોને કારણે આ કલમો લગાવવામાં આવશે. શરજીલે આ ભાષણો દિલ્હીના અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (યુપી) અને જામિયા વિસ્તારમાં આપ્યા હતા. એડિશનલ સેશન્સ જજ અમિતાભ રાવતે આ ર્નિણય સંભળાવ્યો છે. તેમના આદેશ અનુસાર, શરજીલ ઈમામલ સામે આઈપીસીની કલમ ૧૨૪છ (રાજદ્રોહ), ૧૫૩છ, ૧૫૩મ્ અને ૫૦૫ અને ેંછઁછની કલમ ૧૩ હેઠળ કેસ નોંધવામાં આવશે. કોર્ટે કહ્યું કે શરજીલ ઈમામે ડિસેમ્બર ૨૦૧૯માં આપેલા ભાષણો માટે ટ્રાયલનો સામનો કરવો પડશે. કોર્ટે તે ભાષણોને ભડકાઉ ગણ્યા છે.


