Delhi

દેશમાં ફેબ્રુઆરીથી કોરોના અને ઓમિક્રોનના કેસમાં પીકઅપ આવી શકે

નવીદિલ્હી
દેશમાં કોરોના કેસ સતત વધી રહ્યા છે. મહારાષ્ટ્રમાં ૪૧,૦૦૦ અને દિલ્હીમાં ૨૦,૦૦૦થી વધુ કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં રાતે ૧૧થી સવારે પાંચ કરફ્યૂ લદાયો છે. સવારે પાંચથી રાત્રે ૧૧ વાગ્યા સુધી પાંચથી વધુ વ્યક્તિ એક સાથે ફરી શકશે નહીં. દેશમાં ઓમિક્રોન વેરિઅન્ટના ઝડપથી વધી રહેલા સંક્રમણે હાહાકાર મચાવવાનું શરૂ કર્યું છે. નવા કેસમાં જેટ ગતિએ વધારો થઈ રહ્યો છે. કોરોનાની ઇ નૉટ વેલ્યૂ આ અઠવાડિયે ૪ થઈ છે જે સંક્રમણમાં અચાનક ઉછાળો દર્શાવે છે. ૈંૈં્‌ મદ્રાસના અભ્યાસમાં ગંભીર ચેતવણી ઉચ્ચારવામાં આવી છે તે મુજબ દેશમાં ત્રીજી લહેર શરૂ થઈ ગઈ છે જેનું પિક ૧થી ૧૫ ફેબ્રુઆરી સુધીમાં આવી શકે છે. ગયા અઠવાડિયે ઇર્ં વેલ્યૂ ૨.૯ હતો તે વધીને ૪ થઈ ગયો છે અને સંક્રમણની ગંભીરતા દર્શાવે છે તેમ ૈંૈં્‌ મદ્રાસના મેથ્સ વિભાગના પ્રોફેસર ડૉ. જયંત ઝાએ જણાવ્યું હતું. ઇ વેલ્યૂમાં કોરોનાનાં ટ્રાન્સમિશનની શક્યતા, કોન્ટેક્ટ રેટ તેમજ સંક્રમણ થવાના સમય વચ્ચે અંતરને ધ્યાનમાં લેવામાં આવે છે. સરકાર દ્વારા રચાયેલી કોવિડ સુપરમોડેલ કમિટીનાં વડા એમ વિદ્યાસાગરે કહ્યું છે કે ઓમિક્રોનના કેસની સંખ્યા વધે તો તેનાંથી ગભરાવાની જરૂર નથી. લોકોની રોગપ્રતિકારક શક્તિને ઓમિક્રોન ઘટાડી રહ્યો છે તેથી તેને વધતો રોકવા મુશ્કેલ છે. તેની અસર અન્ય વેરિઅન્ટ જેટલી ગંભીર નથી. તીવ્રતા ઓછી છે. સરકારે ઓમિક્રોનના કેસની વધતી સંખ્યાને ધ્યાનમાં લઈને પ્રતિબંધો લાદવાની જરૂર નથી કે સ્કૂલો, ઓફિસો બંધ કરવાની કે લૉકડાઉન લાદવાની જરૂર નથી આનાથી તો લોકોમાં વધુ ગભરાટ ફેલાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *