Delhi

પીએફ પરના ટેક્સમાં છુટની મર્યાદા વધારવામાં આવશે

નવીદિલ્હી
સરકારે બજેટ ૨૦૨૧માં પીએફ યોગદાન પર આવકવેરા મુક્તિની મર્યાદા ૨.૫ લાખ રૂપિયા નક્કી કરી હતી. જાે કે, બાદમાં તે વધારીને ૫ લાખ કરવામાં આવી હતી પરંતુ તેનો લાભ માત્ર ય્ઁહ્લ યોગદાન પર એટલે કે સરકારી કર્મચારીઓને જ મળવાનો હતો. સરકારના પગલાની નિષ્ણાતો દ્વારા સમાનતાના અધિકારોના ઉલ્લંઘન તરીકે વ્યાપક ટીકા કરવામાં આવી હતી. ટેક્સ બાબતોના નિષ્ણાત બળવંત જૈનનું કહેવું છે કે સરકાર બજેટમાં પીએફ પર ટેક્સ છૂટની મર્યાદા વધારી શકે છે અને શરત પણ નક્કી કરી શકે છે. આ હેઠળ જાે એમ્પ્લોયર વતી યોગદાન ન આપ્યું હોય તો જ ૫ લાખ સુધીના યોગદાન પર આવકવેરામાં છૂટ આપવામાં આવશે. જાે એમ્પ્લોયર વતી કર્મચારીના પીએફમાં પણ યોગદાન આપવામાં આવે છે, તો આવકવેરા મુક્તિની મર્યાદા માત્ર રૂ. ૨.૫ લાખ રહેશે. આ એટલા માટે થશે કારણ કે જાે કર્મચારી ૨.૫ લાખનું યોગદાન આપી રહ્યો છે તો તેના એમ્પ્લોયર પણ તે જ રકમ પીએફ ખાતામાં જમા કરશે અને બંનેને જાેડીને ૫ લાખની મર્યાદા પૂર્ણ થાય છે.હાલમાં ઁહ્લ માં કર મુક્તિ રૂ ૨.૫ લાખ સુધીના યોગદાન પર ઉપલબ્ધ છે. કર્મચારીઓ માટે આ સૌથી મહત્વપૂર્ણ સામાજિક સુરક્ષા વિકલ્પ માનવામાં આવતો હોવાથી સરકાર આ મર્યાદા વધારવાનું વિચારી શકે છે. બજેટ પહેલા આયોજિત ચર્ચામાં પણ આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે સરકારી કર્મચારીઓ તેમજ ખાનગી ક્ષેત્રની નોકરીયાત વર્ગ માટે ૫ લાખ સુધીના ઁહ્લ યોગદાન પર કર મુક્તિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વિવિધ મંત્રાલયો અને વિભાગો સાથે યોજાયેલી બેઠકમાં એવું જણાવવામાં આવ્યું હતું કે ખાનગી ક્ષેત્રના કર્મચારીઓનું સંપૂર્ણ ઁહ્લ યોગદાન તેમના ઝ્ર્‌ઝ્રનો એક ભાગ છે. તેમાં એમ્પ્લોયર દ્વારા જમા કરવામાં આવેલા નાણાંનો પણ સમાવેશ થાય છે. તેથી રૂ. ૫સુધીની કરમુક્તિની રાહત આપવી જાેઈએ. ખાનગી ક્ષેત્રની નોકરી કર્મચારીઓ માટે પણ ૫ લાખ છુટની માંગ કરવામાં આવી છે.

Provident-Fund-Tax-.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *