Delhi

પૂર્વ રણજી ચેમ્પિયન સૌરાષ્ટ્ર ઈરાની કપમાં રેસ્ટ ઓફ ઈન્ડિયાની કરશે યજમાની

નવીદિલ્હી
પૂર્વ રણજી ચેમ્પિયન સૌરાષ્ટ્ર ઈરાની કપમાં રેસ્ટ ઓફ ઈન્ડિયાની યજમાની કરશે. આ સાથે જ ૨૦૧૯ બાદ ઈરાની કપ ડોમેસ્ટિક કેલેન્ડરમાં વાપસી કરશે. આગામી ૧થી ૫ ઓક્ટોબર વચ્ચે સૌરાષ્ટ્ર અને રેસ્ટ ઓફ ઈન્ડિયા વચ્ચે ઈરાની કપ રમવામાં આવશે. સૌરાષ્ટ્રે માર્ચ ૨૦૨૦માં બંગાળને હરાવીને પ્રથમ રણજી ટ્રોફી જીતી હતી પરંતુ ત્યારબાદ કોરોના મહામારીને કારણે સમગ્ર દેશમાં ફરજિયાત લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. મધ્ય પ્રદેશ ચાલુ વર્ષે રણજી ચેમ્પિયન રહ્યું છે અને તે આગામી વર્ષે ઈરાની કપમાં રમે તેવી સંભાવના છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ સંઘે (એસસીએ)એ એક નિવેદનમાં જણાવ્યું કે, ટીમ સૌરાષ્ટ્ર ૨૦૧૯-૨૦ના સિઝનમાં ૧૩ માર્ચ ૨૦૨૦ના રણજી ચેમ્પિયન બન્યું હતું. ટીમ સૌરાષ્ટ્ર ત્યારે ૧૮ માર્ચ ૨૦૨૦થી એસસીએ સ્ટેડિયમમાં ઈરાની ટ્રોફી રમવાનું હતું. જાે કે કોરોના મહામારીને પગલે તે સંભવ બન્યું નહતું. બીસીસીઆઈની ડોમેસ્ટિક સિઝન ૨૦૨૨-૨૩ પૂર્ણપણે યોજાશે તેની અત્યંત ખુશી છે. બે વર્ષના અંતરાલ બાદ ઈરાની કપનું ફરી આયોજન થઈ રહ્યું છે તેમ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશને જણાવ્યું હતું. એસસીએએ ઈરાની કપ ૨૦૨૨ને રમાડવા મંજૂરી આપવા બદલ બોર્ડના સેક્રેટરી જય શાહનો પણ આભાર માન્યો હતો. અગાઉ ૨૦૧૮-૧૯ની રણજી ટ્રોફી સિઝન બાદ વિદર્ભ અને રેસ્ટ ઓફ ઈન્ડિયા વચ્ચે ઈરાની કપનું આયોજન થયું હતું.

File-01-Page-24.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *