નવીદિલ્હી
રિટેલ મેનેજમેન્ટ ફર્મ ઁિેઙ્ઘીહં ર્ઝ્રિॅર્ટ્ઠિંી છઙ્ઘદૃૈર્જિઅ જીીદિૃૈષ્ઠીજ પીસીએનો આઈપીઓ આજે ખુલી રહ્યો છે. કંપનીએ આઈપીઓના એક દિવસ પહેલા સોમવારે એન્કર રોકાણકારો પાસેથી ૧૫૯ કરોડ રૂપિયા એકઠા કરી લીધા છે. કંપનીનો ઇશ્યૂ ૧૦ મેના રોજ એટલે કે આજે ખુલ્યો છે અને ૧૨મી મેના રોજ બંધ થશે. કંપનીએ ૬૩૦ રૂપિયા પ્રતિ શેરના ભાવથી ૨૫,૩૦,૬૫૧ શેર એન્કર રોકાણકારોને અલૉટ કર્યા છે. આ રીતે કંપનીએ આઈપીઓ ખુલતા પહેલા જ ૧૫૯.૪૩ કરોડ રૂપિયા એકઠા કરી લીધા છે. કંપનીએ આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ ૫૯૫-૬૩૦ રૂપિયા રાખી છે. કંપનીનો ઇશ્યૂ ૫૩૮.૬ કરોડ રૂપિયા છે. આ આઈપીઓ સંપૂર્ણ રીતે ઑફર ફૉર સેલ છે. જેનો મતલબ એવો થાય છે કે ૈંર્ઁં અંતર્ગત કંપની કોઈ નવા શેર બહાર નહીં પાડે પરંતુ પ્રમોટર્સ અને વર્તમાન શેરધારકો પોતાનો હિસ્સો વેચશે. આથી આઈપીઓના પૈસા કંપનીના ખાતામાં જવાને બદલે રોકાણકારો અને પ્રમોટર્સના ખાતામાં જશે. કંપનીએ હાલ ૮૫,૪૯,૩૪૦ ઇક્વિટી શેર વેચવા માટે રાખ્યા છે. જેમાં ૮૨,૮૧,૩૪૦ શેર કંપનીની શેર હોલ્ડર ઉટ્ઠખ્તહીિ ન્ંઙ્ઘ વેચાણ માટે મૂકશે. જ્યારે ઝ્રઈર્ં શિરીષ પટેલ ૨,૬૮,૦૦૦ શેર વેચશે. બ્રોકરેજ ફર્મ એન્જલ વન તરફથી પ્રૂડેન્ટ કોર્પોરેટના આઈપીઓને ન્યૂટ્રલ રેટિંગ આપવામાં આવ્યું છે. બ્રોકરેજનું કહેવું છે કે, “અમારું માનવું છે કે પ્રૂડેન્ટ પાસે મજબૂત રિટેલ આધારિત બિઝનેસ મોડલ છે. કોઈ અન્ય માટે આ બિઝનેસ મોડલને અનુસરનું મુશ્કેલ છે. જાેકે, સમકક્ષ કંપનીઓની સરખામણીમાં આ કંપનીનું વેલ્યૂએશન થોડું મોંઘું છે, જે નિકટ ભવિષ્યમાં કોઈ લાભને સીમિત કરી શકે છે. આ માટે અમે આઈપીઓ માટે ન્યૂટ્રલ વેલ્યૂની ભલામણ કરીએ છીએ.” આઈપીઓમાં રિટેલ રોકાણકારો લોટમાં અરજી કરી શકશે. રોકાણકારોએ ઓછામાં ઓછા ૨૩ શેરના એક લૉટ માટે અરજી કરવાની રહેશે. આ માટે ૧૪,૪૯૦ રૂપિયાનું રોકાણ કરવું પડશે. વધુમાં વધુ ૧૩ લૉટ (૨૯૯ શેર) માટે અરજી કરી શકશે. આ માટે ૧,૮૮,૩૭૦ રૂપિયાનું રોકાણ કરવું પડશે. ઇશ્યૂમાં ૫૦ ટકા હિસ્સો ક્વૉલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ માટે અનામત છે. ૩૫ ટકા હિસ્સો રિટેલ રોકાણકારો માટે અનામત છે, જ્યારે ૧૫ ટકા હિસ્સો નૉન-ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ માટે અનામત છે. હાલ અનલિસ્ટેડ માર્કેટમાં એટલે કે ગ્રે માર્કેટમાં પ્રૂડેન્ટ કોર્પોરેટનો શેર પાંચ ટકાના પ્રીમિયમ પર એટલે કે ૩૦ રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યો છે. શેરની ઇશ્યૂ કિંમત ૬૩૦ રૂપિયા છે. એટલે કે હાલ એક શેર ૬૬૦ રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો છે.


