નવીદિલ્હી
૨૧મી ફેબ્રુઆરીના રોજ કાર્યક્રમ યોજાશેનૌકાદળ ૨૧ ફેબ્રુઆરીએ વિશાખાપટ્ટનમમાં રાષ્ટ્રપતિની ફ્લીટ રિવ્યુ કરશે. જેમાં ભારતની આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.ભારતે વર્ષ ૧૯૯૫માં મિલન કાર્યક્રમનું આયોજન કરવાનું શરૂ કર્યું હતું. હવે મિલાન ૨૦૨૨ને તેની ૧૧મી આવૃત્તિ કહેવામાં આવી રહી છે. તેમાં ભાગ લેવા માટે ૪૫ થી વધુ દેશોને આમંત્રણ આપવામાં આવ્યું છે.ર્ બીજી તરફ બ્રહ્મોસ મિસાઈલની વાત કરીએ તો તે ઘણી સુવિધાઓથી સજ્જ છે. આ મિસાઈલ ૪૦૦ કિમી સુધીના લક્ષ્યને મારવામાં સક્ષમ છે. તેને ભારત અને રશિયાના સંયુક્ત પ્રયાસથી વિકસાવવામાં આવ્યું છે. આ મિસાઈલની લંબાઈ ૮.૪ મીટર છે. જ્યારે જાડાઈ ૦.૬ મીટર છે. ફિલિપાઈન્સ આ મિસાઈલ ભારત પાસેથી ખરીદી રહ્યું છે. આ માટે તેણે લગભગ ઇં૩૭૪.૯ મિલિયન (રૂ. ૨૭.૮૯ બિલિયન)ના સોદાને મંજૂરી આપી છે.ભારતીય નૌસેનાએ શુક્રવારે તેના યુદ્ધ જહાજ ૈંદ્ગજી વિશાખાપટ્ટનમ થી સમુદ્રમાં બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલનું પરીક્ષણ કર્યું છે. સંરક્ષણ સૂત્રોએ જણાવ્યું કે, રાષ્ટ્રપતિની ફ્લીટ રિવ્યુમાં ભાગ લેવા માટે યુદ્ધ જહાજ ૨૧ ફેબ્રુઆરીએ વિશાખાપટ્ટનમ પહોંચ્યું છે. ૈંદ્ગજી વિશાખાપટ્ટનમ એ ભારતીય નૌકાદળનું નવીનતમ યુદ્ધ જહાજ છે જેને તાજેતરમાં સામેલ કરવામાં આવ્યું છે. અંડરવોટર વેરિઅન્ટ પણ વિકસાવવામાં આવી રહ્યું છે, જેનો ઉપયોગ માત્ર ભારતની સબમરીન જ નહીં, પરંતુ મિત્ર દેશોમાં પણ નિકાસ કરવામાં આવશે. સમુદ્રમાં યુદ્ધ જહાજ પરથી મિસાઈલનું પરીક્ષણ કેવી રીતે થઈ રહ્યું છે તે જાેઈ શકાય છે.
