Delhi

બ્રાયન લારાને સનરાઈઝર્સ હૈદરાબાદે ૨૦૨૩ની સીઝન માટે મુખ્ય કોચ નિયુક્ત કર્યા

નવીદિલ્હી
વેસ્ટ ઈન્ડિઝના દિગજ્જ ક્રિકેટર બ્રાયન લારાને આઈપીએલ ફ્રેન્ચાઈઝ સનરાઈઝર્સ હૈદરાબાદે ૨૦૨૩ની સીઝન માટે મુખ્ય કોચ નિયુક્ત કર્યા છે. લારા વિદાય લઈ રહેલા પૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ટોમ મૂડીનું સ્થાન લેશે. ૫૩ વર્ષીય લારાની કોઈ આઈપીએલ ટીમમાં હેડ કોચ તરીકેની આ સૌપ્રથમ ભૂમિકા રહેશે. ગત વર્ષે ડિસેમ્બરમાં લારા સનરાઈઝર્સ હૈદરાબાદના વ્યૂહાત્મક સલાહકાર અને બેટિંગ કોચ તરીકે જાેડાયા હતા. સનરાઈઝર્સ હૈદરાબાદે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે, બ્રાયન લારાને ટીમના મુખ્ય કોચ બનાવાયા છે. આગામી આઈપીએલ સિઝનથી તેઓ હેડ કોચની ભૂમિકમાં નજરે પડશે.

File-01-Page-26.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *