નવીદિલ્હી
ભારતીય જનતા પાર્ટીએ રાજ્યસભા માટે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. ભાજપે ઉત્તર પ્રદેશથી ડો. લક્ષ્મીકાંત વાજયેપી અને ડો. રાધામોહન અગ્રવાલને ઉમેદવાર બનાવ્યા છે. તો મધ્ય પ્રદેશથી કવિતા પાટીદાર, કર્ણાટકથી નાણામંત્રી ર્નિમલા સીતારમણ અને જિગ્નેશને ઉમેદવાર બનાવ્યા છે. મહારાષ્ટ્રથી વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલ અને ડો. અનિલ સુખદેવરાજ બોંડેને ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે.
ભાજપના રાજ્યસભા ઉમેદવાર ઃ મધ્યપ્રદેશ- કવિતા પાટીદાર, કર્ણાટક- નાણામંત્રી ર્નિમલા સીતારમણ, જગ્ગેશ, મહારાષ્ટ્ર- પીયૂષ ગોયલ, ડો. અનિલ કુખદેવરાજ બોંડે, રાજસ્થાન- ઘનશ્યામ તિવારી, ઉત્તર પ્રદેશ- લક્ષ્મીકાંત વાજયેપી, ડો. રાધામોહન અગ્રવાલ, સુરેન્દ્ર સિંહ નાગર, બાબુરામ નિષાદ, દર્શના સિંહ, સંગીતા યાદવ., ઉત્તરાખંડ- ડો. કલ્પના સૈની, બિહાર- સતીષ ચંદ્ર દુબે, શંભૂ શરણ પટેલ, હરિયાણા- કૃષ્ણ લાલ પંવાર.