નવીદિલ્હી
બ્લૂમબર્ગે અમેરિકાના એક સીનિયર અધિકારીના હવાલાથી જણાવ્યું કે આ પગલા પાછળ અમેરિકાનો ઇરાદો ભારતને હથિયારો માટે રશિયા પર ર્નિભરતા ઓછી કરવાનો છે. ભારત દુનિયામાં રશિયાના હથિયારોનો સૌથી મોટો ખરીદદાર છે. દુનિયામાં હથિયારોના ખરીદ-વેચાણ પર નજર રાખતી સંસ્થા સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિચર્સ ઇન્સ્ટિટ્યૂટના એક રિપોર્ટ પ્રમાણે છેલ્લા એક દાયકામાં ભારતે રશિયા પાસેથી ૨૫ અબજ ડોલરના સૈન્ય સાધાનો ખરીદ્યા છે. જ્યારે અમેરિકા પાસેથી ૪ અબજ ડોલરના જ હથિયાર ખરીદ્યા છે. પડોશી ચીન અને પાકિસ્તાનના ખતરાને જાેતા હથિયાર ખરીદવા ભારતની મજબૂરી છે. ભારતે રશિયા પાસેથી હથિયાર ખરીદવાનું ઓછું કર્યું છે પણ હજુ ભારતના સૈન્ય આયાતનો મોટો ભાગ રશિયાથી આવે છે. યુક્રેન પર હુમલો કરવાને લઇને રશિયા હાલના દિવસોમાં અમેરિકા સહિત પશ્ચિમી દેશોના નિશાને છે. આ બધા દેશોએ તેના પર પ્રતિબંધ મુક્યો છે. જાેકે ભારતે અત્યાર સુધી તટસ્થ વલણ અપનાવ્યું છે. અમેરિકાના તમામ પ્રયત્નો છતા ભારત યુક્રેન પર હુમલાને લઇને રશિયાની સીધી ટિકા કરી નથી. રશિયા સાથે સંબંધો તોડવાની તમામ અપીલો છતા ભારતે તેની પાસેથી સસ્તી કિંમતો પર તેલ ખરીદી રહ્યું છે. તેને લઇને અમેરિકા શરૂઆતમાં નારાજ હતું પણ હવે તે ભારતને મોટા સુરક્ષા સહયોગીના રુપમાં લુભાવવા માટે લાગી ગયું છે. અધિકારીના મતે ભારતને સંભવિત સૈન્ય મદદ અમેરિકાના રાષ્ટ્રપતિ જાે બાઇડેનના એ મોટા પ્લાનનો ભાગ છે જે અંતર્ગત તે ભારતને લાંબા સમય માટે પોતાનો રક્ષા સહયોગી બનાવવા માંગે છે. અમેરિકા દરેક મોરચે ભારતનો વિશ્લસનીય સહયોગી બનવા માંગે છે. અમેરિકા એકલું જ નહીં અન્ય દેશોને પણ ભારતની મદદ માટે મનાવવા લાગ્યું છે. બાઇડેન પ્રશાસન ફ્રાન્સને એ વાત માટે મનાવી રહ્યું છે કે તે ભારતની સૈન્ય જરૂરિયાતને પુરી કરવા માટે કામ કરે. જાેકે એ સ્પષ્ટ નથી કે આ સૈન્ય મદદની જાહેરાત ક્યારે થશે અને તેમાં કયા-કયા હથિયારો સામેલ કરવામાં આવશે.ભારતની રશિયા પર હથિયારો માટે ર્નિભરતા ઓછી કરવાની દિશામાં અમેરિકા (ેજ)એક મોટું પગલું ભરી શકે છે. તે ભારતને ૫૦૦ મિલિયન ડોલર એટલે કે લગભગ ૩૮૦૦ કરોડ રૂપિયાની સૈન્ય સહાયતા આપવા પર વિચાર કરી રહ્યું છે. ઘટનાક્રમની જાણકારી રાખનાર લોકોના હવાલાથી બ્લૂમબર્ગે જણાવ્યું કે આટલી મોટી રકમ આપવા પાછળ અમેરિકાનો ઇરાદો ભારત સાથે પોતાના રક્ષા સંબંધોને મજબૂત કરવાનો છે. જાે ભારતને આ રકમ મળે તો તે ઇઝરાયેલ અને ઇજિપ્ત પછી અમેરિકા પાસેથી સૌથી મોટી સૈન્ય સહાયતા મેળવનાર દેશ બની જશે. આ ઘટનાક્રમ એવા સમય સામે આવી છે જ્યારે ભારત અમેરિકાની કથિત નારાજગીને નજર અંદાજ કરી રશિયાની મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ એસ-૪૦૦ને તૈનાત કરવા જઈ રહ્યું છે.