Delhi

ભારતમાં લોકો કોરોનાથી ચિંતામુકત જણાય છે પરંતુ સંકટ હજુ યથાવત છે

નવીદિલ્હી
ભારતમાં લોકો કોરોના વાયરસથી ચિંતામુક્ત થઇ ગયા છે. પરંતુ કોરોના વાયરસ સંકટ હજુ પણ યથાવત છે. મહત્વનું એ છે કે સંકટ હજુ પણ ટળ્યું તો નથી જ પરંતુ સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે. કોરોનાના જે પ્રકાર વિશે નિષ્ણાંતો અત્યારે વાતો કરી રહ્યા છે, તે વેરિએન્ટ અત્યાર સુધીનું સૌથી ખતરનાક વેરિએન્ટ પણ હોઈ શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે હવે કોરોનાના વેરિએન્ટ મ્છ.૫એ ફેલાવવાનું શરૂ કરી દીધું છે અને તે પહેલાના વેરિયન્ટ કરતા વધુ ખતરનાક સાબિત થઈ શકે છે. આ વેરિએન્ટની એન્ટ્રીએ સાબિત કરી દીધું છે કે કોરોનાનો અંત હજુ નજીક નથી. ર્ંદ્બૈષ્ઠિર્હના આ નવા વેરિએન્ટ અંગે પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ જાણવા મળ્યું છે કે, ર્ંદ્બૈષ્ઠિર્હનું સબવેરિએન્ટ યુરોપમાં સતત ફેલાઈ રહ્યું છે અને તેનાથી ૨૫ ટકા કેસ વધી શકે છે. તેમજ કેસોમાં સતત વધારો થવાની સંભાવના છે. એવું કહેવાઈ રહ્યું છે કે ચીન પણ મ્છ.૫ ની અસર હેઠળ આવી રહ્યું છે અને સ્થિતિ એટલી ખરાબ છે કે ત્યાં ફરીથી કોરોનાને રોકવા માટે કડક લોકડાઉનનો સહારો લેવામાં આવી શકે છે. આ સાથે તે અમેરિકામાં પણ ચિંતામાં વધારો કરી રહ્યું છે, કારણ કે તે ૬૫ ટકા નવા સંક્રમિતોમાં જાેવા મળ્યું છે. વ્હાઇટ હાઉસના કોવિડ-૧૯ રિસ્પોન્સ કો-ઓર્ડિનેટર રહી ચૂકેલા ડૉક્ટર આશિષ ઝા એક રિપોર્ટમાં જણાવે છે કે, ‘અમે આ વાયરસને ઝડપથી ફેલાતો જાેઈ રહ્યા છીએ. અમે તેને પહોંચી વળવા માટે યોજના ઘડી રહ્યા છીએ અને તૈયાર થઇ રહ્યા છીએ. હું અમેરિકાના લોકોને સંદેશ આપવા માંગુ છું કે અમે મ્છ.૫ પર ચાંપતી નજર રાખી રહ્યા છીએ અને સૌથી મહત્વની વાત એ છે કે અમે તેને કેવી રીતે રોકવું તે જાણીએ છીએ. જાે આપણે આ વેરિયન્ટના આક્રમકતા વિશે ચર્ચા કરીએ, તો સ્ક્રિપ્સ રિસર્ચના કાર્ડિયોલોજિસ્ટ એરિક તોપોને આ વેરિયન્ટને અત્યાર સુધીનું સૌથી ખતરનાક વર્ઝન ગણાવ્યું છે. તેમણે હાલમાં જ એક ન્યૂઝલેટરમાં જણાવ્યું છે કે તે અગાઉના વર્ઝનથી ઘણું અલગ છે અને રોગપ્રતિકારક શક્તિને મારી નાખે છે. તે ખૂબ જ વ્યાપક છે અને તેની ફેલાવાની ક્ષમતા પણ વધારે છે. મ્છ.૫ની રસી તેમજ અગાઉના ચેપથી મળતી રોગપ્રતિકારક શક્તિની તેના પર અસર થતી નથી, એટલે કે બધું કર્યા પછી પણ લોકો આ પ્રકારના વેરિએન્ટના હુમલાનું જાેખમ ધરાવે છે પરંતુ, રાહતની વાત એ છે કે આ પ્રકાર વધુ ગંભીર રોગ પેદા કરવામાં સક્ષમ નથી. એટલે કે આનાથી વધુ ડરવાની જરૂર નથી. ડોક્ટરોનું કહેવું છે કે મ્છ.૫ની અસરને જાેતા અંદાજ લગાવી શકાય છે કે હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા વધી શકે છે. પરંતુ સારી વાત એ છે કે આ વેરિઅન્ટમાં ૈંઝ્રેંમાં દાખલ દર્દીઓની સંખ્યા ઘણી ઓછી હોય છે, તે બહુ ખતરનાક નથી, પરંતુ તે ચિંતાજનક બાબત ચોક્કસ છે. આ રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે તે કેટલું ખતરનાક છે, તે યુરોપની પરિસ્થિતિ પરથી જાણી શકાય છે, કારણ કે ત્યાં આઈસીયુના દર્દીઓ ઓછા છે. ઉૐર્ંના અધિકારીઓએ એમ પણ કહ્યું છે કે તેના કારણે યુરોપિયન દેશોમાં હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા વધી રહી છે. જાેકે, તેમનું કહેવું છે કે ૈંઝ્રેંમાં દાખલ થયેલા દર્દીઓની સંખ્યા ઓછી છે.

File-02-Page-10.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *