Delhi

ભારતીય રસી બાળકોને કોરોનાથી બચાવશે

નવીદિલ્હી
ભારત સહીત ઘણાબધા દેશો દ્વારા બાળકોને પણ રસી આપી સુરક્ષિત કરી દેવામાં આવશે. ૩ જાન્યુઆરીના રોજ ૧૫ થી ૧૮ વર્ષના ૪૦ લાખ કિશોરોનું રસીકરણ કરવામાં આવ્યું. ેંજી ફૂડ અને ડ્રગ મીનીસ્ટ્રી દ્વારા ૧૨ થી ૧૫ વર્ષની ઉંમરના બાળકોને પણ બુસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યા છે તથા બીજા ને ત્રીજા ડોઝ વચ્ચેનો સમયગાળો ઘટાડીને પાંચ મહિનાનો કરવામાં આવ્યો છે. હાલમાં ભારત સરકાર દ્વારા કોરોના વિરુદ્ધ પાંચ રસીને મંજુરી આપવામાં આવી છે. ભારત બાયોટેકની કોવેક્સીન, ઝાયડસ કેડીલાની ઝાયકોવ – ડી, સીરમ ઇન્સ્ટીટયુટની કોવોવેક્સ, બાયોલોજીકલ ઈ ની ઇમ્ડ્ઢ અને જહોન્સન એન્ડ જહોન્સનની છઙ્ઘ ૨૬ર્ઝ્રંફ.૨જી વેક્સીન. જાેકે હાલમાં ફક્ત ભારત બાયોટેકની કોવેક્સીનને જ ૧૨ થી ૧૮ વર્ષના બાળકોમાં ઉપયોગ માટે મંજુરી આપવામાં આવી છે. ઝાયડસ કેડીલાની ઝાયકોવ – ડીને ઈમરજન્સી યુઝ ઓથોરાઈઝેશન મળવા છતાં ભારતમાં તે લોન્ચ થવાની બાકી છે. આ રસી ખરેખર ભારતમાં બાળકો માટે શોધાયેલ પ્રથમ રસી છે છતાં દેશમાં હજી સુધી ઉપલબ્ધ નથી. અમેરિકા અને કેટલાક બીજા યુરોપિયન દેશોમાં ફાઈઝર- બાયોએનટેક રસી કોરોના સામે રક્ષણ આપવા ઉપયોગમાં લેવાય છે. અમેરિકામાં આ રસીને ઈમરજન્સી યુઝ ઓથોરાઈઝેશન મળ્યું છે. સ્વિત્ઝરલેન્ડ દ્વારા ફાઈઝર અને મોડર્ના વેક્સીનને ૧૨ થી ૧૫ વર્ષના બાળકોને આપવા માટે મંજુરી અપાઈ છે. ઈટલીમાં પણ મોડર્ના વેક્સીનના ડોઝ ૧૨ થી ૧૭ વર્ષના બાળકોને અપાશે. વર્લ્‌ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા ચીનની સીનોફાર્મ અને સીનોવેક વેક્સીનના લીધે ખુબ વધારે બીમારી, દાખલ થવાથી અને મૃત્યુથી મહદઅંશે બચાવ થઇ શકે તેમ છે. બે વર્ષના સમયગાળામાં આપણે સૌએ કોરોનાના ભયાનક રૂપને નિહાળ્યું છે. અત્યારે નવા નવા વેરીઅન્ટ આવી રહ્યા છે અને સરકાર પોતાના તરફથી વિપરીત પરિસ્થતિ ન સર્જાય તેના પૂરતા પ્રયાસો કરી રહી છે. જીછઇજ-ર્ઝ્રંફ-૨ સામે રક્ષણ માટે વેક્સીન આવ્યા બાદ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો કે હવે કોરોનાથી બચવું આસન થઇ જશે. તાજેતરમાં જ સરકારની સુચના અનુસાર બાળકોને રસી આપવાની શરૂઆત થઇ છે.

The-transition-was-uncontrollable-with-569-new-cases-added-by-noon.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *