નવીદિલ્હી
આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા આજકાલ પોતાના વિવાદિત નિવેદનોને કારણે ખૂબ ચર્ચામાં છે. આ દરમિયાન તેમણે વધુ એક એવું નિવેદન આપ્યું છે, જેને સાંભળીને અધિકારીઓના હોશ ઉડી ગયા છે. સરમાએ ગુવાહાટીમાં એક કાર્યક્રમ દરમિયાન કહ્યું કે તેમની સરકાર ભ્રષ્ટાચાર સહન નહીં કરે. જાે કોઈ અધિકારી ભ્રષ્ટાચાર કરતા પકડાશે તો હું તેના પર વાઘની જેમ હુમલો કરીશ. સરમા ૧૫મા નાણાંપંચની ગ્રાન્ટ હેઠળ ગુવાહાટીના શ્રીમંત શંકરદેવ કાલકાક્ષેત્ર ખાતે “ેંંૈઙ્મૈડટ્ઠંર્ૈહ ર્ક ્ૈીઙ્ઘ હ્લેહઙ્ઘ”ની એક કોન્ફરન્સમાં પીઆરઆઈ સભ્યો, પંચાયત અધિકારીઓ અને ગ્રામીણ વિકાસ અને જાહેર આરોગ્ય એન્જિનિયરિંગ વિભાગ સાથે વાતચીત કરી રહ્યા હતા. આ દરમિયાન તેણે આ નિવેદન આપ્યુ હતુ. વધુમાં મુખ્યમંત્રી સરમાએ કહ્યું કે ‘આસામને બદલવું પડશે. જાે કોઈ વ્યક્તિ પ્રધાનમંત્રી જન આવાસ યોજના હેઠળ ૨,૦૦૦ રૂપિયા લે છે અને મને તેની જાણ થાય છે તો હું તે વ્યક્તિ પર વાઘની જેમ હુમલો કરીશ. હું એક હેલ્પલાઈન નંબર પણ જાહેર કરી રહ્યો છું અને લોકોને કહીશ કે જાે કોઈ પૈસા માંગે તો રાજ્યના હેલ્પલાઈન નંબર પર ફોન કરીને તેમની ફરિયાદ આપો અને મને પણ જણાવો. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે તેમની સરકાર જલ જીવન મિશન હેઠળ ૨૦૨૪ સુધીમાં આસામના તમામ ગ્રામીણ પરિવારોને સુરક્ષિત નળનું પાણી પૂરું પાડવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને આગળ ધપાવવા પ્રતિબદ્ધ છે. સરમાએ એમ પણ કહ્યું કે ‘ઁસ્ મોદીએ ત્નત્નસ્ હેઠળ ‘હર ઘર નલ જલ’ પ્રદાન કરીને ગ્રામીણ ભારતમાં મોટું પરિવર્તન લાવ્યું છે. આ સાથે જ તેણે એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે યોજનાના સંચાલન માટે તમામ ૨૪ હજાર પાણી પુરવઠા યોજનાઓમાં તકનીકી રીતે સ્વયંસેવકોની પસંદગી કરવામાં આવશે, જે દરેક ગ્રામીણ પરિવારને પીવાના પાણીનો પૂરતો પુરવઠો સુનિશ્ચિત કરવામાં મદદરૂપ બનશે.
