નવીદિલ્હી
છેલ્લા બે ત્રણ દિવસથી આપણા દેશના ઘણા મોટા નેતાઓ કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયા છે. થોડા સમય પહેલા કોંગ્રેસના મીડિયા ઈન્ચાર્જ રણદીપ સુરજેવાલા અને જેડીયુના રાષ્ટ્રીય અધ્યક્ષ લલન સિંહના કોરોના પોઝિટિવ હોવાના સમાચાર સામે આવ્યા હતા, દિલ્હીના ઝ્રસ્ અરવિંદ કેજરીવાલથી લઈને મનોજ તિવારી અને બાબુલ સુપ્રિયોને પણ કોરોના થયો છે. મહારાષ્ટ્રમાં પણ ૨૪ થી વધુ નેતાઓ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. મુંબઈમાં બેસ્ટના જનસંપર્ક અધિકારીના જણાવ્યા અનુસાર, બસ ડ્રાઈવરો સહિત બેસ્ટના ૬૦ કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત થયા છે. બિહારના બંને નાયબ મુખ્યમંત્રી રેણુ દેવી અને તારકિશોર પ્રસાદ સહિત રાજ્ય મંત્રી સુનીલ કુમાર, અશોક ચૌધરી અને વિજય ચૌધરી કોરોનાથી સંક્રમિત થયા છે. દિલ્હીના આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈને કહ્યું કે આજે દિલ્હીમાં લગભગ ૧૦ હજાર કેસ આવી શકે છે અને સંક્રમણ દર લગભગ ૧૦% સુધી વધી જશે. કોરોનાની સ્થિતિને લઈને મહારાષ્ટ્રમાં ડેપ્યુટી સીએમ અજિત પવારની અધ્યક્ષતામાં મહારાષ્ટ્ર સરકારની એક મહત્વપૂર્ણ બેઠક પૂર્ણ થઈ છે. હાલમાં રાજ્યમાં લોકડાઉન લાગુ કરવા અંગે કોઈ ર્નિણય લેવામાં આવ્યો નથી.દેશમાં ફરી એકવાર કોરોનાનો વિસ્ફોટ થયો છે. દરરોજ નવા કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. કોરોનાના નવા પ્રકારોના કેસ પણ વધી રહ્યા છે. મહારાષ્ટ્ર અને દિલ્હી કોરોનાના મામલામાં ફરીથી સંવેદનશીલ રાજ્યો બની રહ્યા છે. રાજ્યોની સરકારો કોરોનાને નિયંત્રિત કરવા માટે ઘણા નિયંત્રણો લાદી રહી છે અને હોસ્પિટલો એલર્ટ મોડ પર છે.
