નવીદિલ્હી
વધતા કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને દિલ્હી સરકારે તેના અધિકારીઓને રાજ્યની ૨૦ શાળાઓમાં ૧૫-૧૮ વર્ષના કિશોરો માટે અસ્થાયી રસીકરણ કેન્દ્રો ખોલવાનો નિર્દેશ આપ્યો છે. ડિરેક્ટોરેટ ઓફ એજ્યુકેશનએ એક સત્તાવાર આદેશમાં જણાવ્યુ હતુ કે, “તમામ (જિલ્લાઓ) અને (ઝોન) ને ૨૦ શાળાઓમાં ૧૫-૧૮ વર્ષની વય જૂથના વિદ્યાર્થીઓ માટે કામચલાઉ રસીકરણ કેન્દ્રો ખોલવા માટે નિર્દેશિત કરવામાં આવ્યા છે. એટલુ જ નહી રસીકરણ કેન્દ્રો માટે શાળાના આચાર્ય દ્વારા અલગથી પૂરતી જગ્યા પણ આપવામાં આવશે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભારતમાં અત્યાર સુધીમાં ૧૫૪.૬૧ કરોડ રસીના ડોઝ લોકોને આપવામાં આવ્યા છે. ભારતમાં લગભગ ૬૪ કરોડ લોકોએ સંપૂર્ણ રસીકરણ કર્યું છે. જાે આપણે વસ્તી મુજબ વાત કરીએ તો દેશમાં ૪૬ ટકાથી વધુ લોકોએ વેક્સિનના બંને ડોઝ લઈ લીધા છે. હાલ કોરોનાની બીજી લહેર બાદ ફરી એક વાર કોરોના કેસમાં ઉછાળો આવતા વેક્સિનેશનની કામગીરી ઝડપી બનાવવામાં આવી રહી છે.ભારતમાં કિશોરોના રસીકરણની કામગિરી પૂરજાેશમાં ચાલી રહ્યુ છે. ૩ જાન્યુઆરીથી શરૂ થયેલા ૧૫-૧૮ વર્ષની વયજૂથના કિશોરો માટે રસીકરણ કાર્યક્રમે એક મોટી સિદ્ધી હાંસલ કર્યું છે. અહેવાલો અનુસાર, ૩૦ મિલિયનથી વધુ કિશોરોને કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો.મનસુખ માંડવિયાએ જણાવ્યુ કે, ૧૫-૧૮ વર્ષની વયના ૩ કરોડથી વધુ યુવાનોને કોવિડ રસીનો પ્રથમ ડોઝ મળી ગયો છે. તમને જણાવી દઈએ કે, ભારતમાં ૩ જાન્યુઆરીથી કિશોરોનું રસીકરણ શરૂ થયુ છે. ઉલ્લેખનીય છે કે, ૮ જાન્યુઆરીના રોજ બે કરોડ કિશોરોને પ્રથમ ડોઝ મળી ગયો હતો. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ ટ્વીટ કરીને કહ્યુ હતુ કે, ‘ કિશોરોના રસીકરણ કાર્યક્રમને એક અઠવાડિયા કરતા પણ ઓછા સમય પહેલા શરૂ કરવામાં આવ્યુ હતુ, ૧૫-૧૮ વર્ષની વય જૂથના ૨૦ મિલિયનથી વધુ કિશોરોએ કોવિડ રસીનો પ્રથમ ડોઝ મેળવ્યો છે.”