નવીદિલ્હી
મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના ૧૯૮ નવા કેસ નોંધાયા બાદ રાજ્યમાં આ ખતરનાક વેરિઅન્ટના કુલ કેસની સંખ્યા ૪૫૦ને વટાવી ગઈ છે. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી બાદ એકલા મુંબઈમાં ઓમિક્રોનના ૧૯૦ કેસ મળી આવ્યા છે. સમગ્ર દેશમાં ઓમિક્રોનના ૯૬૧ કેસ નોંધાયા હતા અને હવે મહારાષ્ટ્રમાં ૧૯૮ કેસ નોંધાયા બાદ આ સંખ્યામાં વધારો થયો છે. મહારાષ્ટ્રમાં ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. મહારાષ્ટ્રના પિપરી ચિંચવાડ વિસ્તારના એક ૫૨ વર્ષીય વ્યક્તિનું મોત થયું છે. કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત આ વ્યક્તિને પિંપરી ચિંચવડની યશવંતરાવ ચૌહાણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. માહિતી અનુસાર આ વ્યક્તિ તાજેતરમાં નાઇજીરીયાથી પરત ફર્યો હતો. દેશમાં ઓમિક્રોન દર્દીના મૃત્યુનો આ પ્રથમ કેસ છે.વધુમાં રાઉતે કહ્યુ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકોને માસ્ક પહેરવાનું કહે છે, પરંતુ તે પોતે માસ્ક પહેરતા નથી. મહારાષ્ટ્રના ઝ્રસ્ ઉદ્ધવ ઠાકરે માસ્ક પહેરે છે, પરંતુ પીએમ નરેન્દ્ર મોદી દેશના નેતા હોવા છતા માસ્ક પહેરી રહ્યા નથી. હું વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ફોલો કરું છું, તેથી હું માસ્ક પહેરતો નથી.રાઉતે વધુમાં કહ્યું હતું કે તમામ જાહેર કાર્યક્રમોમાં હાજરી આપતી વખતે સાવચેતી રાખવી જાેઈએ. કોરોનાના પ્રતિબંધિત આદેશો હવે અમલમાં છે, પરંતુ હું ઈચ્છું છું કે દિવસ દરમિયાન આવા કોઈ પ્રતિબંધ ન હોવા જાેઈએ કારણ કે તેનાથી આર્થિક વિકાસ અટકી જશે. કોરોનાની બીજી લહેર બાદ ફરી એકવાર કોરોનાએ માથુ ઉંચક્યુ છે,બીજી તરફ નેતાઓ કોરોના નિયમોને નેવે મુકીને બેફામ ફરી રહ્યા છે.શિવસેનાના સાંસદ સંજય રાઉતે નાસિકમાં એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. અહીં તે માસ્ક પહેર્યા વગર જાેવા મળ્યા હતા. કાર્યક્રમ બાદ જ્યારે તેમને માસ્ક ન પહેરવા અંગે સવાલ કરવામાં આવ્યો તો તેમણે કહ્યું કે તે ઁસ્ મોદીને ફોલો કરી રહ્યાં છે.


