Delhi

રાષ્ટ્રપતિ મુર્મુએ વિજ્ઞાન ભવનમાં ૪૬ શિક્ષકોને પુરસ્કાર એનાયત કર્યો

નવીદિલ્હી
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સોમવારે કહ્યુ હતુ કે, જાે વિજ્ઞાન, સાહિત્ય અને સામાજિક વિજ્ઞાનનું શિક્ષણ માતૃભાષામાં લેવું જાેઈએ. જેથી આ ક્ષેત્રમાં પ્રતિભા વધુ ખીલીને સામે આવશે. આ રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર સમારોહને સંબોધિત કરી રહ્યા હતા, ત્યારે તેમણે સ્કૂલના શિક્ષકના યોગદાનને યાદ કર્યું હતું. આ સિવાય તે પણ કહ્યુ હતુ કે, શિક્ષકોને કારણે જ તે ગામની પહેલી કોલેજ જનારી દીકરી બની શકી હતી. મહત્ત્વનું છે કે, ગુજરાતના પણ એક શિક્ષકનો તેમાં સમાવેશ થયો છે. રાજકોટના સેન્ટ મેરી હાઇસ્કૂલમાં ભણાવતા શિક્ષક ઉમેશ વાળાને પણ રાષ્ટ્રપતિ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિ મુર્મુએ વધુમાં કહ્યુ હતુ કે, ભારતની શાળાકીય શિક્ષણ પદ્ધતિ વિશ્વની સૌથી મોટી શિક્ષણ પદ્ધતિઓમાંથી એક છે. તેમણે ૪૬ શિક્ષકોને સ્કૂલમાં શિક્ષણ આપવાના યોગદાન બદલ રાષ્ટ્રીય પુરસ્કાર ૨૦૨૨થી સન્માનિત કર્યા હતા. શિક્ષણ મંત્રાલય દેશના ઉત્કૃષ્ટ શિક્ષકોને સન્માનિત કરવા માટે દરવર્ષે ૫મી સપ્ટેમ્બરે શિક્ષક દિવસ પર વિજ્ઞાન ભવનમાં એક સમારોહનું આયોજન કરે છે. આ શિક્ષકોને ખૂબ જ પારદર્શકતાથી અને ત્રણ સ્તરે ઓનલાઇન પ્રકિયાથી પસંદ કરવામાં આવે છે. હિમાચલ પ્રદેશ, પંજાબ, મહારાષ્ટ્ર અને તેલંગાણામાંથી ત્રણ-ત્રણ શિક્ષકોને પુરસ્કૃત કરવામાં આવ્યા છે. આ ચારેય રાજ્યોમાંથી જે શિક્ષકોને પુરસ્કૃત કરવામાં આવ્યાં છે, તેમાં હિમાચલ પ્રદેશમાંથી યુદ્ધવીર, વીરેન્દ્ર કુમાર અને અમિત કુમાર છે. પંજાબમાંથી હરપ્રીત સિંહ, અરુણ કુમાર ગર્ગ અને વંદના શાહી છે. મહારાષ્ટ્રમાંથી શશિકાંત સંભાજીરાવ કુલ્ઠે, સોમનાથ વમન વાલ્કે અને કવિતા સાંઘવી છે. જ્યારે તેલંગાણામાંથી કંદલા રમૈયા, ટીએન શ્રીધર અને સુનિતા રાવ સામેલ છે. શિક્ષા મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યુ હતુ કે, ‘શિક્ષકોને રાષ્ટ્રીય પુરસ્કાર આપવાનો ઉદ્દેશ્ય દેશમાં શિક્ષકોના વિશિષ્ટ યોગદાનને બિરદાવવાનો અને તે શિક્ષકોને સન્માનિત કરવાનો છે. આ શિક્ષકોએ તેમની પ્રતિબદ્ધતાના આધારે માત્ર સ્કૂલ શિક્ષણની ગુણવત્તામાં સુધારો નથી કર્યો પરંતુ વિદ્યાર્થીઓનું જીવન પણ સમૃદ્ધ બનાવ્યું છે.’ ઉત્તરાખંડના પ્રદીપ નેગી અને કૌસ્તુભ ચંદ્ર જાેશી, રાજસ્થાનના સુનીતા અને દુર્ગા રામ મુવાલ, મધ્ય પ્રદેશના નીરજ સક્સેના અને ઓમ પ્રકાશ પાટીદાર, બિહારના સૌરભ સુમન અને નિશી કુમારી, કર્ણાટકના જી. પોનસંકરી અને ઉમેશ ટીપી, સિક્કિમના માલા જિગ્દાલ દોરજી અને સિદ્ધાર્થ યોનજાેનને પુરસ્કૃત કરવામાં આવ્યા છે.

File-02-Page-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *