Delhi

રિશભ પંત આગામી વર્ષમાં અમારી યોજનાનો ભાગ છેઃ રાહુલ દ્રવિડ

નવીદિલ્હી
સાઉથ આફ્રિકા સામેની પાંચમી અને અંતિમ ટી૨૦ મેચ વરસાદને કારણે ધોવાઈ જતાં આ સિરીઝ ૨-૨થી સરભર રહી હતી. જાેકે સિરીઝમાં પ્રથમ બે મેચમાં ભારતનો પરાજય થતાં રિશભ પંતની આકરી ટીકા થઈ રહી હતી. ત્યાર બાદ ભારતીય ટીમે વળતો પ્રહાર કર્યો હતો અને બાકીની બે મેચ જીતી લીધી હતી. રિશભ પંત એક બેટ્‌સમેન તરીકે આ સિરીઝમાં સદંતર નિષ્ફળ રહ્યો હતો. તે ચાર મેચમાં માત્ર ૫૮ રન કરી શક્યો હતો. આ સાથે ટીમમાં રિશભ પંતના સ્થાન સામે પણ સવાલ ઉઠવા લાગ્યા છે. જાેકે રાહુલ દ્રવિડે તેનો બચાવ કર્યો હતો અને એવા સંકેત આપ્યા હતા કે રિશભ પંત ટીમમાં જ રહેશે. તેણે જણાવ્યું હતું કે તેનું ફોર્મ મારા માટે ચિંતાજનક નતી. દેખીતી રીતે જ તે અમારી યોજનાનો મહત્વપૂર્ણ હિસ્સો છે અને ટીમની આગામી કેટલાક મહિનાઓની યોજનામાં પંત ખાસ ભૂમિકામાં રહેશે. ભારતીય કોચે એ બાબત પર ખાસ ભાર મૂક્યો હતો કે તે બેટિંગ હોય કે કપ્તાની હોય પણ કોઈ ખેલાડીને એકાદ બે સિરીઝ પરથી મૂલ્યાંકન કરતો નથી. હું એમ જ કોઈની ટીકા કરવા માગતો નથી. મિડલ ઓવર્સમાં તમારે આક્રમક બેટિંગ કરવાની જરૂર હોય છે અને તેનાથી જ ઇનિંગ્સને આગળ ધપાવી શકાય છે. આ જ કારણસર ક્યારેક એકાદ બે મેચથી કોઈ ખેલાડીનું મૂલ્યાંકન કરવું અધરું બની જાય છે.આઇપીએલમાં રિશભ પંતના ૧૫૮થી વધુના સ્ટ્રાઇક રેટથી રાહુલ દ્રવિડ પ્રભાવિત થયો હતો. પંતે દિલ્હી કેપિટલ્સ માટે આ સિઝનમાં ૩૪૦ રન ફટકાર્યા હતા. દ્રવિડે જણાવ્યું હતું કે સ્ટ્રાઇક રેટની રીતે તેનું પ્રદર્શન પ્રભાવશાળી હતું. મને આશા છે કે તે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પણ આવો જ સ્ટ્રાઇક રેટ હાંસલ કરી શકશે. આક્રમક રમત દાખવવામાં તે ક્યારેક ખોટો પુરવાર થયો હશે પરંતુ તે અમારી બેટિંગ લાઇન અપનો મહત્વનો હિસ્સો છે અને તેમાં ય તે ડાબોડી બેટ્‌સમેન છે જે અમારા માટે મિડલ ઓવર્સમાં મહત્વની બાબત છે. તે ભારત માટે પણ કેટલીક સારી ઇનિંગ્સ રમ્યો છે.ભારતીય ટીમ તાજેતરમાં સાઉથ આફ્રિકા સામે રમી ત્યારે રોહિત શર્મા અને લોકેશ રાહુલની ગેરહાજરીમાં રિશભ પંતને ટીમને આગેવાની સોંપવામાં આવી હતી પરંતુ કેટલાક ર્નિણયને લીધે રિશભ પંતની આકરી ટીકા થઈ રહી છે. આમ છતાં ભારતીય ક્રિકેટ ટીમના ચીફ કોચ રાહુલ દ્રવિડે એવો સંકેત આપ્યો છે કે ઓસ્ટ્રેલિયામાં યોજાનારા ટી૨૦ ક્રિકેટ વર્લ્‌ડ કપ માટે ભારતીય ટીમની રચના તથા યોજનાઓમાં રિશભ પંત મોટી ભૂમિકા અદા કરશે અને તે અમારી યોજનાનો મહત્વપૂર્ણ હિસ્સો છે.

Sport-rishabh-pant-is-part-of-our-plan-for-next-year-rahul-dravid.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *