નવીદિલ્હી
કેન્દ્રીય બજેટ ૨૦૨૨-૨૦૨૩માં, ૨૦૨૨ની વસ્તી ગણતરી હાથ ધરવા માટે ભારતના રજિસ્ટ્રાર જનરલ માટે નિશ્ચિત રકમ તરીકે ૩,૬૭૬ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. ૨૦૨૨ની વસ્તી ગણતરી માટે ફાળવવામાં આવેલી રકમ ગૃહ મંત્રાલયને ફાળવવામાં આવેલા કુલ બજેટનો એક ભાગ છે, જે કેન્દ્રીય બજેટ ૨૦૨૨-૨૦૨૩માં બજેટ ખર્ચ તરીકે ૧,૧૧,૪૨૫.૫૨ કરોડ રૂપિયા છે, જે ગત નાણાકીય વર્ષમાં મંત્રાલયને ફાળવવામાં આવેલા બજેટ કરતાં ૧૨.૪૬ ટકા વધુ છે. આંતરિક સુરક્ષાને લઈને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સરકારની પ્રાથમિકતા દર્શાવે છે, મંગળવારે કેન્દ્રીય બજેટમાં ગૃહ મંત્રાલયને ૧.૮૫ લાખ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા. જેમાંથી મોટાભાગનો ખર્ચ ઝ્રઇઁહ્લ અને મ્જીહ્લ જેવા કેન્દ્રીય પોલીસ સંગઠનો અને આંતરરાષ્ટ્રીય સરહદો પાસે ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા માટે કરવામાં આવશે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની આગેવાની હેઠળના ગૃહ મંત્રાલયની ૨૦૨૨-૨૩ માટેની બજેટ ફાળવણી ૧,૮૫,૭૭૬.૫૫ કરોડ રૂપિયા છે. જે વર્તમાન નાણાકીય વર્ષના ૧,૬૬,૫૪૬.૯૪ કરોડ રૂપિયાની ફાળવણી કરતાં લગભગ ૨૦,૦૦૦ કરોડ રૂપિયા અથવા લગભગ ૧૧.૫ ટકા વધુ છે. તે જ સમયે, બજેટમાં પોલીસ દળોના આધુનિકીકરણ, ગુપ્ત માહિતી એકત્ર કરવા માટેના સાધનો, મહિલા સુરક્ષા, સાયબર સુરક્ષા અને દશકીય વસ્તી ગણતરીને પ્રાથમિકતા આપવામાં આવી છે. કેન્દ્રીય પોલીસ સંસ્થાઓમાં મુખ્યત્વે મુખ્યત્વે આંતરિક સુરક્ષા ફરજાે અને જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદ સામે લડવા માટે જવાબદારી નિભાવી રહેલા સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ,ને ૨૦૨૧-૨૨માં આપવામાં આવેલા ૨૭, ૩૦૭.૪૨ કરોડ રૂપિયાની સરખામણીએ આ વખતે ૨૯,૩૨૪.૯૨ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. પાકિસ્તાન અને બાંગ્લાદેશ સાથેની ભારતની સરહદની રક્ષા કરતા બોર્ડર સિક્યુરિટી ફોર્સને ચાલુ નાણાકીય વર્ષમાં આપવામાં આવેલા ૨૧,૪૯૧.૧૪ કરોડ રૂપિયાની સરખામણીએ આ વખતે ૨૨,૭૧૮.૪૫ કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યોરિટી ફોર્સ , જે પરમાણુ પ્રોજેક્ટ્સ, એરપોર્ટ અને મેટ્રો નેટવર્ક્સ જેવા મહત્ત્વપૂર્ણ સ્થાપનોની સુરક્ષામાં તૈનાત છે, તેને ૨૦૨૧-૨૦૨૧-માં ફાળવવામાં આવેલા ૧૧૩૭૨.૫૪ કરોડ રૂપિયાની સરખામણીએ ૨૦૨૨-૨૩ના બજેટમાં ૧૨૨૦૧.૯૦ કરોડ રૂપિયા મળ્યા છે. નેપાળ અને ભૂટાન સાથેની ભારતની સરહદોની રક્ષા કરતા સશાસ્ત્ર સીમા બલને ૨૦૨૧-૨૨માં આપવામાં આવેલા ૬૯૪૦.૪૨ કરોડ રૂપિયાની સરખામણીએ ૭૬૫૩.૭૩ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.
