Delhi

વિરાટ કોહલીએ કરેલી ચેષ્ટા એ મારા દિલને સ્પર્શી ગઈ હતી ઃ સૂર્યકુમાર

નવીદિલ્હી
એશિયા કપમાં હોંગકોંગ સામેની ભારતીય ટીમની જીતમાં હીરો રહેલા સૂર્યકુમાર યાદવે વરિષ્ઠ ખેલાડી વિરાટ કોહલી દ્વારા કરાયેલી ચેષ્ટાને હ્રદયસ્પર્શી ગણાવી હતી. સૂર્યકુમાર યાદવે હોંગકોંગ સામે ૨૬ બોલમાં ૬૮ રનની અણનમ ઈનિંગ રમી હતી. બીજા છેડે વિરાટ કોહલીએ ૫૯ રનની અણનમ ઈનિંગ રમીને તેનો સાથ આપ્યો હતો. બન્ને વચ્ચે ત્રીજી વિકેટ માટે ૯૮ રનની અજેય ભાગીદારી રહી હતી. જાે કે મેચ બાદ વિરાટ કોહલીએ પોતાની ટોપી ઉતારીને સૂર્યકુમારને નમન કરતી ચેષ્ટા કરી હતી જે યુવા બેટ્‌સમેનને સ્પર્શી ગઈ હતી. સૂર્યકુમારની ધમાકેદાર ઈનિંગ સામે વિરાટની અડઝી સદી ઝાંખી પડી હતી. ભારતે હોંગકોંગ સામે ૪૦ રનથી મેચમાં જીત મેળવી સુપર ફોરમાં પ્રવેશ કર્યો હતો. મેચ બાદ સૂર્યકુમારે જણાવ્યું કે, વિરાટ કોહલીના હાવભાવ દિલને સ્પર્શી ગયા હતા. મને પહેલા ક્યારેય આવો અનુભવ થયો નહતો. વિરાટ આગળ જઈ રહ્યા નહતા અને ત્યારે મને અહેસાસ થયો કે તેઓ મારા માટે આવું કરી રહ્યા છે. મે બાદમાં તેમને સાથે ચાલવા જણાવ્યું હતું. વિરાટ સાથે બેટિંગનો આનંદ મે ઉઠાવ્યો હતો તેમ સૂર્યકુમાર યાદવે જણાવ્યું હતું.

File-01-Page-28.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *