નવીદિલ્હી
કેરેબિયન દેશ ગ્રેનાડામાં રહેલી ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમના ટેસ્ટ કેપ્ટન જાે રૂટે સંકેત આપ્યા છે કે વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રીજી ટેસ્ટ કેપ્ટન તરીકે તેની છેલ્લી ટેસ્ટ હોઈ શકે છે. જાે રૂટની કપ્તાનીમાં ઈંગ્લેન્ડની ટીમ એક વર્ષથી વધુ સમયથી સંઘર્ષ કરી રહી છે. ટીમને આ વર્ષની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર એશિઝ શ્રેણીમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો, ત્યારબાદ કોચ ક્રિસ સિલ્વરવુડની છુટ્ટા કરી દેવામાં આવ્યા હતા. ત્યારપછી રુટની કેપ્ટનશિપના ભવિષ્ય પર પણ સવાલો ઉઠ્યા હતા. જાે કે ઈંગ્લેન્ડના વચગાળાના નિર્દેશક તરીકે આવેલા ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન એન્ડ્રૂ સ્ટ્રોસે તેને વેસ્ટ ઈન્ડિઝ શ્રેણી માટે સુકાની તરીકે જાળવી રાખ્યો હતો, પરંતુ રૂટ આવનાર સમય વિશે ચોક્કસ નથી. ઈંગ્લેન્ડ માટે સૌથી વધુ ટેસ્ટમાં કેપ્ટનશિપ કરનાર રૂટે ગ્રેનાડામાં ત્રીજી ટેસ્ટ પહેલા એક નિવેદનમાં કહ્યું હતું કે ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમના નવા કોચના આગમનથી પરિસ્થિતિ બદલાઈ શકે છે, પરંતુ તે ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમનું નેતૃત્વ કરવાનું ચાલુ રાખવા ઈચ્છશે. અંગ્રેજી મીડિયાના અહેવાલ મુજબ રૂટે કહ્યું, “મને લાગે છે કે હું ટીમને આગળ લઈ જવા માટે યોગ્ય વ્યક્તિ છું. જાે મુખ્ય કોચ આવે છે અને તે અલગ દિશામાં વિચારે છે, તો તે તેનો ર્નિણય હશે. જ્યાં સુધી હું આ પદ પર છું ત્યાં સુધી હું આ ટીમને શક્ય તેટલી સારી બનાવવાનો પ્રયત્ન કરીશ.” જાે રૂટ માત્ર ઈંગ્લેન્ડ માટે સૌથી વધુ ટેસ્ટમાં કેપ્ટનશિપ કરનાર કેપ્ટન જ નથી, પણ સૌથી સફળ કેપ્ટન પણ છે. ૨૦૧૭માં ટીમનું સુકાન સંભાળનાર રૂટની આગેવાની હેઠળ ઈંગ્લેન્ડે ૬૪ ટેસ્ટ રમી છે, જેમાં ટીમે ૨૭માં જીત મેળવી છે, જ્યારે ટીમને ૨૫માં હારનો સામનો કરવો પડ્યો છે. જાેકે, છેલ્લા ૧૨ મહિના ઈંગ્લેન્ડ માટે બિલકુલ સારા રહ્યા નથી. ઈંગ્લેન્ડે માર્ચ ૨૦૨૧થી અત્યાર સુધી ૧૩ ટેસ્ટ રમી છે, જેમાં તેણે માત્ર એક જ જીત મેળવી છે, જ્યારે ૮ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે.
