Delhi

શું તમારા આધારકાર્ડ પર કોઈ અન્ય વ્યકિત સિમ કાર્ડ નથી યુઝ કરતું ને ચેક કરો

ન્યુદિલ્હી
આજકાલ આધાર કાર્ડના ઉપયોગ સાથે સિમ કાર્ડ ઉપલબ્ધ છે. પરંતુ, છેલ્લા કેટલાક વર્ષોમાં અજાણ્યા વ્યક્તિના આધાર કાર્ડનો ઉપયોગ કરીને નકલી સિમ લેવાની ઘણી ઘટનાઓ સામે આવી છે. આ પછી, આ નકલી સિમનો ઉપયોગ છેતરપિંડીની ઘટનાઓને અંજામ આપવા માટે કરવામાં આવે છે. આવી સ્થિતિમાં આવી પરેશાનીઓથી બચવા માટે આધાર કાર્ડ સાથે લિન્ક થયેલ સિમ કાર્ડ ચેક કરતા રહો. આનાથી તમને ખબર પડી જશે કે કોઈએ તમારા નામે જારી કરાયેલ નકલી સિમ મેળવ્યું છે કે નહીં. વર્ષ ૨૦૦૯માં કેન્દ્ર સરકારે દેશમાં આધાર કાર્ડ યોજના શરૂ કરી હતી. આ પછી, દેશમાં આધારની ઉપયોગિતા સતત વધતી ગઈ. હવે દેશના લગભગ દરેક નાગરિક પાસે આધાર કાર્ડ છે. તે એક પ્રકારનો આઈડી પ્રૂફ છે પરંતુ, તે અન્ય દસ્તાવેજાેથી અલગ છે કારણ કે તે નાગરિકની બાયોમેટ્રિક માહિતી રેકોર્ડ કરે છે. તેને બનાવતી વખતે આંગળીઓના ફિંગર પ્રિન્ટ અને આંખોના રેટિના સ્કેન કરવામાં આવે છે. તમારા આધાર કાર્ડ સાથે કેટલા સિમ લિંક છે તે જાણવા માટે સરકારે એક પોર્ટલ બનાવ્યું છે. આ પોર્ટલનું નામ છે ટેલિકોમ એનાલિટિક્સ ફોર ફ્રોડ મેનેજમેન્ટ એન્ડ કન્ઝ્‌યુમર પ્રોટેક્શન (્‌છહ્લર્ઝ્રંઁ). આ પોર્ટલ પર જઈને તમે આધાર સાથે લિંક કરેલ મોબાઈલ નંબર સરળતાથી ચેક કરી શકો છો. તો ચાલો તમને જણાવીએ કે આ પોર્ટલ પર તમારો મોબાઈલ કેવી રીતે ચેક કરવો- આ રીતે શોધો સિમ સાથે જાેડાયેલ મોબાઈલ નંબર, આ માટે પહેલા રંંॅજઃ//ંટ્ઠકર્ષ્ઠॅ.ઙ્ઘખ્તંીઙ્મીર્ષ્ઠદ્બ.ર્ખ્તદૃ.ૈહ/ પર ક્લિક કરો. આગળ તમારો મોબાઈલ નંબર દાખલ કરો. આ પછી, તમારા મોબાઇલ નંબર પર એક ર્ં્‌ઁ આવશે, તેને દાખલ કરો. આ પછી, તમારા આધાર સાથે જાેડાયેલા તમામ મોબાઈલ નંબર તમારી સામે દેખાશે. જાે તેમાં કોઈ નકલી નંબર દેખાય તો તેની જાણ કરો અને તેને બ્લોક કરો.

How-many-SIM-links-with-Aadhaar-card.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *