નવીદિલ્હી
સેબીના નવા નિયમો કેટલીક યુનિકોર્ન કંપનીઓની ભંડોળ એકત્ર કરવાની યોજનાને અસર કરશે. વધુમાં, સેબીએ જણાવ્યું હતું કે સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે એકત્ર કરાયેલા ભંડોળની દેખરેખને રેટિંગ એજન્સીઓના કાર્યક્ષેત્ર હેઠળ લાવવામાં આવશે. વર્ષ ૨૦૨૨નો પહેલો આઈપીઓ ૧૯ જાન્યુઆરીએ ખુલશે. પેમેન્ટ સોલ્યુશન સર્વિસ પ્રોવાઈડર છય્જી ્ટ્ઠિહજટ્ઠષ્ઠં ્ીષ્ઠરર્હર્ઙ્મખ્તૈીજ આ આઈપીઓ લાવી રહી છે. કંપનીએ આ આઈપીઓ ની પ્રાઇસ બેન્ડ ૧૬૬-૧૭૫ રૂપિયા પ્રતિ શેર નક્કી કરી છે. આઈપીઓ ૨૧ જાન્યુઆરીએ બંધ થશે. છય્જી ્ટ્ઠિહજટ્ઠષ્ઠં ્ીષ્ઠરર્હર્ઙ્મખ્તૈીજએ શરૂઆતમાં તેના આઈપીઓ નું કદ રૂ. ૮૦૦ કરોડ રાખ્યું હતું પરંતુ બાદમાં તેને ઘટાડીને રૂ. ૬૮૦ કરોડ કરી દીધું છે. એવી આશા છે કે આ આઈપીઓ ૧ ફેબ્રુઆરીએ એક્સચેન્જમાં લિસ્ટ થશે. આ ઈશ્યુ સંપૂર્ણ ઓફર ફોર સેલ હશે જેમાં પ્રમોટર રવિ બી ગોયલ રૂ ૬૭૭.૫૮ કરોડ સુધીના શેરનું વેચાણ કરશે.માર્કેટ રેગ્યુલેટર સેબીએ પ્રારંભિક પબ્લિક ઑફર આઈપીઓ અને તેની સાથેની ઑફર-ફોર-સેલ સંબંધિત નિયમોને કડક બનાવ્યા છે. સોમવાર ૧૭ જાન્યુઆરીના રોજ જારી કરાયેલા નોટિફિકેશન મુજબ ેંહૈઙ્ઘીહંૈકૈીઙ્ઘ હ્લેંેિી છષ્ઠૂેૈજૈંર્ૈહજ માટે આઈપીઓ માંથી માત્ર મર્યાદિત રકમ જ ઉભી કરી શકાશે. તેમજ મુખ્ય શેરધારકો વતી વેચાણ માટે જતા શેરોની સંખ્યા મર્યાદિત કરવામાં આવી છે. એક મીડિયામાં પ્રકાશિત અહેવાલ મુજબ સેબીએ એક નોટિફિકેશનમાં જણાવ્યું છે કે એન્કર રોકાણકારોનો લોક-ઇન પિરિયડ ૯૦ દિવસ સુધી લંબાવવામાં આવ્યો છે અને હવે ક્રેડિટ રેટિંગ એજન્સીઓ સામાન્ય કંપનીની કામગીરી માટે આરક્ષિત ભંડોળ પર પણ નજર રાખશે. આ ઉપરાંત સેબીએ બિન-સંસ્થાકીય રોકાણકારો ને શેરની ફાળવણીની પદ્ધતિમાં ફેરફાર કર્યો છે. આ તમામ ફેરફારોને અમલમાં મૂકવા માટે સેબીએ (ઇશ્યૂ ઓફ કેપિટલ એન્ડ ડિસ્ક્લોઝર રિક્વાયરમેન્ટ) નિયમોના વિવિધ પાસાઓમાં ફેરફારો કર્યા છે. સેબીએ આ ફેરફારો એવા સમયે કર્યા છે જ્યારે ઘણી નવી ટેક્નોલોજી કંપનીઓ આઈપીઓ દ્વારા નાણાં એકત્ર કરવા માટે નિયમનકારને વધુને વધુ અરજીઓ સબમિટ કરી રહી છે. સેબીએ જણાવ્યું હતું કે જાે કોઈ કંપની તેના આઈપીઓ દસ્તાવેજમાં ભાવિ એક્વિઝિશન અથવા રોકાણને ચિહ્નિત કરતી નથી તો સૂચિત રકમ આઈપીઓ દ્વારા એકત્ર કરવામાં આવેલી કુલ રકમના ૩૫% કરતાં વધુ નહીં હોય. જાે કે સેબીએ જણાવ્યું છે કે ભાવિ એક્વિઝિશન અથવા રોકાણનો સ્પષ્ટ ઉલ્લેખ હોય તો પ્રતિબંધ લાગુ થશે નહીં.


