Delhi

સોનાલી ફોગાટ કેસમાં ઃ બેનામી પત્રો મળ્યા,૧૦ કરોડમાં હત્યા કરવામાં આવી હતી

નવીદિલ્હી
બીજેપી નેતા અને ટિકટોક સ્ટાર સોનાલી ફોગાટ હત્યા કેસમાં એક પછી એક નવા ખુલાસા સામે આવી રહ્યા છે. સીબીઆઈ અને ગોવા પોલીસ સમગ્ર કેસની તપાસ કરી રહી છે. દરમિયાન હવે બે બેનામી પત્રો સામે આવ્યા છે. જે સોનાલીના પરિવાર સુધી પહોંચ્યા છે. જેમાં હત્યા અને તેના કાવતરા અંગે આખી વાર્તા લખવામાં આવી છે. એટલું જ નહીં, આ પત્રોમાં એવું લખવામાં આવ્યું છે કે સોનાલીની હત્યા પાછળ તેના પીએ સુધીર સાંગવાન નહીં પણ અન્ય કોઈનો હાથ છે. તે માત્ર એક પ્યાદુ છે. તેને તો ૧૦ કરોડ રૂપિયા આપીને સોનાલીની હત્યા કરવામાં આવી છે. વાસ્તવમાં, આ બે બેનામી પત્રો વિશે, સોનાલીના જીજાજી અમન પુનિયાએ કહ્યું કે અમે આ પત્રો વિશે સીબીઆઈને જાણ કરી છે. અધિકારીઓએ કહ્યું કે તમે આ પત્રો તમારી પાસે રાખો, અમે આવીશું તો તેની તપાસ કરીશું. અગાઉ એક પત્ર આવ્યો હતો, પરંતુ ગુરુવારે બીજાે પત્ર પણ આવ્યો હતો. જાે કે, પત્ર મોકલનારએ તેનું નામ અને સરનામું જણાવ્યું ન હતું. આપને જણાવી દઈએ કે આ બેનામી પત્રોમાં ઘણા ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે. તેમાં ઘણા મોટા નેતાઓના નામ લખેલા છે. આ પત્રો પરિવારને મોકલતા પહેલા પોલીસને પણ મોકલવામાં આવ્યા છે. તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે સોનાલીની હત્યા પાછળ રાજકારણ છે. કારણ કે સોનાલીની હત્યાનું સમગ્ર આયોજન તેની રાજકીય કારકિર્દી બચાવવા માટે કરવામાં આવ્યું હતું. આ પત્ર લખનાર વ્યક્તિએ લખ્યું છે કે મારો હેતુ સોનાલીના પરિવારને ન્યાય અપાવવાનો છે. સોનાલીની દીકરી યશોધરાને જાેઈને મને ખૂબ દુઃખ થાય છે. તેથી જ મેં આ બધું કર્યું છે. સોનાલી ફોગાટ નું ૨૩ ઓગસ્ટની સવારે ગોવામાં અવસાન થયું હતું. શરૂઆતમાં તેમના મૃત્યુનું કારણ હાર્ટ એટેક જણાવવામાં આવ્યું હતું. જાેકે, બાદમાં સોનાલીના પરિવારે પીએ સુધીર સાંગવાન અને સુખવિંદર સામે હત્યાનો આરોપ લગાવ્યો હતો. આ પછી પોલીસે તપાસ કરી તો સીસીટીવી ફૂટેજ અને તપાસમાં સાબિત થયું કે સોનાલીનું મોત ડ્રગ્સના ઓવરડોઝને કારણે થયું છે. જે તેને બળજબરીથી આપવામાં આવ્યું હતું. આ પછી ગોવા પોલીસે સુધીર અને સુખવિંદર સહિત ૫ આરોપીઓ વિરુદ્ધ હત્યાનો કેસ નોંધ્યો હતો. હવે પરિવારની માંગ બાદ અને ગોવા સરકાર દ્વારા કેસ ટ્રાન્સફર કર્યા બાદ સીબીઆઈ આ મામલાની તપાસ કરી રહી છે.

File-02-Page-14.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *