Delhi

સૌથી વિવાદિત શો કોફી વિથ કરણ હવે ટેલિકાસ્ટ નહીં થાય

નવીદિલ્હી
કરણ જાેહરનો આ શો સ્ટાર વર્લ્‌ડ ચેનલ પર પ્રસારિત થયો હતો. આ શોમાં સેલિબ્રિટીઓ પોતાના દિલની વાત ફિલ્ટર કર્યા વગર કહેતા હતા. શોમાં કરણ જાેહર સાથે વાત કરતી વખતે ઘણી વખત સેલિબ્રિટીઓએ પણ કેટલાક એવા કામ કર્યા છે જેના માટે તેઓ ખૂબ ટ્રોલ થયા છે. આ જ શોના રેપિડ ફાયર રાઉન્ડમાં ખોટો જવાબ આપ્યા બાદ આલિયા ભટ્ટ ઘણા વર્ષો સુધી ટ્રોલ થઈ હતી. આ શોમાં અભિનેત્રી કંગના રનૌત દ્વારા કરણ જાેહરને નેપોટીઝ્‌મનું સૌથી મોટું પ્રતીક કહેવામાં આવ્યું હતું. આ શો પછી કંગના અને કરણ વચ્ચેનો વિવાદ ઘણો વધી ગયો હતો.કરણ જાેહરને બોલિવૂડનો ‘જેક ઓફ ઓલ’ કહેવામાં આવે છે, જેઓ ડાયરેક્ટર, પ્રોડ્યુસર, એક્ટર, એન્કર, હોસ્ટ, જજ રહી ચૂક્યા છે. પરંતુ હવે કરણ જાેહરે તેના સુપરહિટ સેલિબ્રિટી હોસ્ટ શો ‘કોફી વિથ કરણ’ને અલવિદા કહી દીધું છે. કરણ જાેહરે જાહેરાત કરી છે કે આ શોની સાતમી સીઝન હવે નહીં આવે. એવા અહેવાલો હતા કે કરણ જાેહર ટૂંક સમયમાં તેના શોની નવી સીઝન લાવવા જઈ રહ્યો છે અને તેનું શૂટિંગ મે મહિનામાં શરૂ થવાનું હતું. પરંતુ સોશિયલ મીડિયા પર કરણે ભારે હૈયે આ શોની નવી સીઝન નહીં લાવવાની વાત કરી છે. કરણ જાેહર અને તેની ટીમ ફરી એકવાર આ શો લાવવાની તૈયારી કરી રહી છે. આ દિવસોમાં કરણ જાેહર રણવીર સિંહ અને આલિયા ભટ્ટ સાથે ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ બનાવવામાં વ્યસ્ત છે. આ ફિલ્મ મે મહિનામાં પૂરી થવાની આશા હતી અને તે પછી કરણ તેના ચેટ શો ‘કોફી વિથ કરણ’ની તૈયારીઓ શરૂ કરવાનો હતો. પરંતુ હવે કરણ જાેહરે પોતાના નિવેદનમાં કહ્યું છે કે તે પોતાનો શો પાછો નથી લાવી રહ્યો. કરણ જાેહરે તેના સોશિયલ મીડિયા પર પોતાનું નિવેદન જાહેર કરતા લખ્યું, ‘હેલો, કોફી વિથ કરણ છેલ્લા ૬ સીઝનથી તમારા અને મારા જીવનનો એક ભાગ છે. મને લાગે છે કે મેં પોપ કલ્ચર ઈતિહાસમાં મારા માટે એક નાનું સ્થાન બનાવ્યુ છે. ઉપરાંત, હું તમને ભારે હૈયે કહું છું કે હવે કોફી વિથ કરણની નવી સીઝન નથી આવી રહી.

Karan-Johar.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *