Delhi

હર્ષલ પટેલે સૌથી વધુ મેડન ઓવરના રેકોર્ડની બરાબરી કરી

નવીદિલ્હી
ઇન્ડિયન પ્રીમિયર લીગમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કોલકાતા નાઈટ રાઈડર્સની મેચમાં બોલરોની ઝલક જાેવા મળી હતી. આમાં બેંગ્લોરના હર્ષલ પટેલે શાનદાર પ્રદર્શન કર્યું હતું અને ૈંઁન્માં સતત સૌથી વધુ મેડન ઓવરના રેકોર્ડની બરાબરી કરી. તેણે સળંગ બે મેડન્સ ઓવર ફેંકી હતી. આ સાથે હર્ષલ પટેલે સાથી બોલર મોહમ્મદ સિરાજની બરાબરી કરી હતી. તેણે ૈંઁન્ ૨૦૨૦ માં સતત બે ઓવર મેડન્સ ફેંકી હતી. રસપ્રદ વાત એ છે કે, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના સિરાજ અને હર્ષલ બંનેએ આ કારનામું માત્ર કોલકાતા નાઈટ રાઈડર્સ સામે કર્યું છે. કોલકાતાની બેટિંગ દરમિયાન ૧૨મી ઓવરમાં હર્ષલ પટેલ બોલિંગ કરવા આવ્યો હતો. તે સમયે કોલકાતાએ ૬ વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ આન્દ્રે રસેલ અને સેમ બિલિંગ્સ ક્રિઝ પર હતા. હર્ષલ પટેલે તેની પહેલી જ ઓવરના ચોથા બોલ પર સેમ બિલિંગ્સને આઉટ કર્યો હતો. બિલિંગ્સ મોટો શોટ મારવા માંગતો હતો પરંતુ બોલ લોંગ ઓન પર ઉભેલા વિરાટ કોહલી પાસે ગયો અને તેને કેચ કરી લીધો. આ ઓવરમાં એક પણ રન ન મળ્યો અને વિકેટ મળી. આ રીતે હર્ષલ પટેલે વિકેટ સાથે મેડન ઓવરની પોતાના સ્પેલની શરૂઆત કરી હતી. ત્યારબાદ હર્ષલ પટેલે પણ કોલકાતાની ઇનિંગની ૧૪મી ઓવર કરી હતી. આન્દ્રે રસેલ મોટા શોટ ફટકારી રહ્યો હતો. આવી સ્થિતિમાં હર્ષલ પર મોટી જવાબદારી હતી. તેણે પ્રથમ ચાર બોલ ડોટ ફેંક્યા. પાંચમા બોલ પર તેણે રસેલની વિકેટ લીધી હતી. રસેલને ૧૮ બોલમાં ૨૫ રન બનાવીને પરત ફરવું પડ્યું હતું. ઓવરના છેલ્લા બોલ પર કોઈ રન આવ્યો ન હતો. આ સાથે હર્ષલે સતત બીજી વિકેટ માટે મેડન ફેંક્યો હતો. હર્ષલ પટેલે ૈંઁન્માં સતત બે મેડન્સ ઓવર ફેંકવાના દુર્લભ રેકોર્ડની પણ બરાબરી કરી હતી. ૈંઁન્ ની ૧૫મી સિઝનના ઈતિહાસમાં આ સિદ્ધિ કરનાર તે માત્ર બીજાે બોલર બન્યો છે. તેની ત્રીજી ઓવરમાં ત્રણ રન ગયા. પરંતુ ચોથી ઓવરમાં બે ચોગ્ગા ફટકાર્યા હતા. આવી સ્થિતિમાં ચાર ઓવરનો ક્વોટા બે મેડન, ૧૧ રન અને બે વિકેટ સાથે પૂરો થયો.

Harshal-Patel.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *