નવીદિલ્હી
મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપની સ્થિતિએ દેશના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની ખુરશી ખતરામાં છે. શિવસેનાના બાગી નેતા એકનાથ શિંદેએ ૪૦થી વધુ ધારાસભ્યોના સમર્થનનો દાવો કર્યો છે. આવી સ્થિતિમાં ઠાકરેની સરકાર હવે લઘુમતિમાં આવી ગઈ હોવાના સંકેતો મળી રહ્યા છે. ત્યારે હવે સૌની નજર મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી પર છે. શું તેઓ વિધાનસભાને વિખેરી નાખવાનો ર્નિણય લેશે? અથવા તો સમગ્ર મામલો ફ્લોર ટેસ્ટ સુધી પહોંચી જશે. તો ચાલો નજર કરીએ હાલ મહારાષ્ટ્રમાં ચાલી રહેલ રાજકીય ઉથલપાથલ પર. સૌથી પહેલા જાણીએ કે ફ્લોર ટેસ્ટ શું છે. આ એક એવી પ્રક્રિયા છે જેના દ્વારા નક્કી કરવામાં આવે છે કે વર્તમાન સરકાર કે મુખ્યમંત્રી પાસે પૂરતી બહુમતી છે કે નહીં. અહીંના રાજ્યપાલ કોઈ પણ રીતે હસ્તક્ષેપ કરી શકે નહીં. પરંતુ આ કેસમાં સુપ્રીમ કોર્ટે રાજ્યપાલ અને વિધાનસભા અધ્યક્ષના અધિકારી વિશે મહત્વપૂર્ણ અવલોકનો કર્યા છે. બંધારણની કલમ ૧૭૪(૨)(બી) રાજ્યપાલને કેબિનેટની સલાહ પર વિધાનસભા ભંગ કરવાની સત્તા આપે છે. પરંતુ રાજ્યપાલ પોતે તેનો ઉપયોગ કરી શકે છે. ખાસ કરીને જ્યારે તેમને લાગે છે કે વર્તમાન મુખ્યમંત્રીને ધારાસભ્યોનો ઓછો ટેકો છે. આ જ સ્થિતિ હાલ ઉદ્ધવ ઠાકરેની છે. આર્ટિકલ ૧૭૪ (૨) (બી)માં પણ કેટલાક કાનૂની દાવ છે. ૨૦૨૦માં સુપ્રીમ કોર્ટે તેના વિશે ઘણા મહત્વના અવલોકનો કર્યા હતા. આ મામલો મધ્ય પ્રદેશ વિધાનસભા અને શિવરાજ સિંહ ચૌહાણ સાથે જાેડાયેલો હતો. સુપ્રીમ કોર્ટે સ્પીકરના ફ્લોર ટેસ્ટના સમન્સને માન્ય રાખ્યું હતું. કોર્ટે કહ્યું હતું કે જાે પ્રથમ દ્રષ્ટિએ તેમને લાગે છે કે સરકારે બહુમતી ગુમાવી દીધી છે, તો તેઓ ફ્લોટ ટેસ્ટની માંગ કરી શકે છે. જસ્ટીસ ડી વાય ચંદ્રચૂડ અને હેમંત ગુપ્તાની બે જજાેની બેંચે એમ પણ કહ્યું હતું કે, “રાજ્યપાલને ફ્લોર ટેસ્ટનો આદેશ આપવાની સત્તાથી વંચિત ન રાખી શકાય. જાે ગવર્નરને લાગે કે ગૃહમાં સરકારની પાસે સંખ્યા ઓછી છે, તો તેઓ ઇચ્છે તો ફ્લોટ ટેસ્ટની માંગણી કરી શકે છે.” અનુચ્છેદ ૧૭૫(૨) હેઠળ રાજ્યપાલ પણ સદનને ફ્લોર ટેસ્ટ સાબિત કરવા માટે બોલાવી શકે છે. સુપ્રીમ કોર્ટે વિસ્તૃત ચુકાદામાં રાજ્યપાલની સત્તા અને ફ્લોર ટેસ્ટ વિશે સમજાવ્યું હતું. વર્ષ ૨૦૨૦માં મધ્યપ્રદેશના રાજ્યપાલને પણ આવી જ સ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. જ્યોતિરાદિત્ય સિંધિયા ગ્રુપના ધારાસભ્યો ભાજપમાં જાેડાયા હતા અને કોંગ્રેસના તત્કાલીન મુખ્યમંત્રી કમલનાથે રાજ્યપાલને વિધાનસભા ભંગ કરવા જણાવ્યું હતું. તેના બદલે રાજ્યપાલે ફ્લોર ટેસ્ટની હાકલ કરી હતી. કાયદા અનુસાર, જ્યારે ગૃહનું સત્ર ચાલુ હોય ત્યારે સ્પીકર ફ્લોર ટેસ્ટ માટે બોલાવી શકે છે. પરંતુ જ્યારે સત્ર ચાલી રહ્યું નથી, ત્યારે કલમ ૧૬૩ હેઠળ રાજ્યપાલ ફ્લોર ટેસ્ટ માટે બોલાવી શકે છે. ઉલ્લેખનીય છે કે આ સમયે મહારાષ્ટ્રમાં સત્ર ચાલી રહ્યું નથી. ૨૦૨૦ના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે “અટકાયતમાં લીધેલા” ધારાસભ્યો સુધી પહોંચવાના રાજકીય પક્ષના અધિકાર અંગે પણ ચર્ચા કરી હતી. જેને એક રિસોર્ટમાં રાખવામાં આવ્યા હતા. જાે કે કોર્ટે આવા અધિકારની મંજૂરી આપી ન હતી. પરંતુ તમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ધારાસભ્યોને “રાજ્યની વર્તમાન સરકારમાં વિશ્વાસના અભાવની સ્થિતિમાં ગૃહના સભ્ય તરીકે ચાલુ રહેવું જાેઈએ કે કેમ તે જાતે જ નક્કી કરવાનો અધિકાર છે.” કોર્ટે કહ્યું હતું કે, ગૃહના ફ્લોર પર જ તેમ કરવું પડશે.


