Delhi

હાલ એક વિડીયો ખુબ વાયરલ થયો છે જેમાં મહિલા છેડતી કરનારાને ધૂળ ચટાડે છે

નવીદિલ્હી,
છેડતી, બળાત્કાર, ગેંગરેપ સહિતના કિસ્સાઓ દિવસે ને દિવસે વધી રહ્યાં છે. અનેક મહિલાઓનું શોષણ થાય છે, ઘણા વિસ્તારોમાં મહિલાઓ એકલી બહાર નીકળી શકતી નથી. સ્ત્રીઓને રોડ-રસ્તા-ગલી-શેરીઓમાં અને જાહેર વિસ્તારોમાં અવારનવાર છેડતી કે શોષણનો સામનો કરવો પડે છે. અસંખ્ય સરકારી પહેલ છતાં આ ગુનાઓ અટકતા નથી. અમુક સ્ત્રીઓ આવી ઘટનાઓનો સામનો કરવા માટે અગાઉથી તૈયાર રહે છે અને પોતાનો બચાવ કરી શકે અને લડી શકે તે માટે સ્વ-બચાવની પ્રેક્ટિસ કરે છે. આ જ પ્રકારનો કે કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક મહિલા છ શખ્સોને ધૂળ ચટાડતી જાેવા મળી રહી છે. શખ્સોને માર મારતી બહાદુર મહિલાનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં છ શખ્સો એકલી જતી મહિલાની એક શેરીમાં હેરાન કરતા જાેવા મળે છે. જાેકે સામે તે મહિલા રણચંડી બની જાય છે અને વળતો પ્રહાર કરે છે. આ લડાઈમાં મહિલા તમામ છ શખ્સોને પછાડી દે છે. આ વીડિયો ટિ્‌વટર પર વાયરલ થઈ રહ્યો છે. ૨૫-સેકન્ડનો વિડિયો ટિ્‌વટર પર ‘્‌રીહ્લૈખ્તીહ’ એકાઉન્ટ દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો હતો. ટિ્‌વટ કરતા યુઝરે કેપ્શનમાં લખ્યું હતું ” ર્ડ્ઢહ’ં દ્બીજજ ુૈંર ંરી ખ્તૈઙ્મિ! ૐૈઅટ્ઠટ્ઠટ્ઠટ્ઠટ્ઠટ્ઠટ્ઠટ્ઠટ્ઠટ્ઠટ્ઠટ્ઠટ્ઠટ્ઠ! એટલે કે સ્ત્રીને છંછેડશો નહિ, તેની સાથે ગડબડ કરશો નહીં! મહિલાની બહાદુરી રજૂ કરતા આ વાયરલ વીડિયોને અત્યાર સુધીમાં ૩૦ લાખ વ્યૂઝ અને ૪૭ હજારથી વધુ લાઈક્સ મળી ચૂકી છે. સોશિયલ મીડિયા યુઝર્સ મહિલાની બહાદુરીથી અચંભિત થઈ ગયા છે. લોકો મહિલાની લડાઈની આ કળાથી મંત્રમુગ્ધ છે. એક યુઝરે કોમેન્ટ કરી હતી કે, આ નીન્જાનું સાચું ઉદાહરણ છે. અન્ય એક યુઝરે સ્ત્રીને આજના જમાનામાં પોતાને બચાવવા માટે જે સ્થિતિમાંથી પસાર થવું પડે છે તેના પર અસંતોષ વ્યક્ત કર્યો અને આકરી કોમેન્ટ કરતા લખ્યું કે, આજની આ આગળ વધી ગયેલ મોર્ડન દુનિયામાં સ્ત્રીને જે સ્થિતિમાંથી પસાર થવું પડે છે તે ખરેખર દુઃખની વાત છે. એક તરફ આજની મોર્ડન દુનિયામાં મહિલાઓના સમાન અધિકારની વાત થાય છે અને પુરૂષોની સમોવડી માનવામાં આવે છે, બીજી તરફ તેમને અનેક વખત શોષણ અને બીભસ્ત વર્તનનો સામનો કરવો પાડે છે. આવી સ્થિતિમાં મહિલાઓ બીજા પર ર્નિભર રહેવાના સ્થાને આત્મરક્ષણ માટે તૈયાર થઈ રહી છે. જેનો આ પુરાવો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *