નવીદિલ્હી
મહારાષ્ટ્ર સરકારના બજેટ સત્રમાં ગૃહ નિર્માણ મંત્રી જિતેન્દ્ર આવ્હાડે ૩૦૦ ધારાસભ્યો માટે ઘરની જાહેરાત કરી હતી. અલબત્ત, ધારાસભ્યોએ આ મકાનો ખરીદવા પડશે, પરંતુ ફક્ત મુંબઈ અને સ્સ્ઇ બહારથી આવેલા ધારાસભ્યો જ આ મકાનો લઈ શકશે, આ જાહેરાત મંત્રી અને દ્ગઝ્રઁ નેતા જિતેન્દ્ર આવ્હાડે કરી હતી. પરંતુ પાર્ટીના અધ્યક્ષ અને મહાવિકાસ અઘાડીના શિલ્પકાર શરદ પવારનો આ ર્નિણય પર અલગ મત છે. ધારાસભ્યો માટે હાઉસિંગ બોર્ડ સ્કીમમાં ક્વોટા હોવો જાેઈએ અને આખી સ્કીમ તેમના માટે બનાવવી જાેઈએ નહીં. હું આ વિષય પર ટૂંક સમયમાં મારી પાર્ટી અને અમારા મંત્રી સાથે વાત કરીશ.” ગત ગુરુવારે ઘરના બાંધકામના મુદ્દે ચર્ચા કરતી વખતે મંત્રી જિતેન્દ્ર આવ્હાડે જાહેરાત કરી હતી કે જે ધારાસભ્યો મુંબઈ અથવા સ્સ્ઇ વિસ્તારમાંથી ચૂંટાઈને આવ્યા નથી, આવા ધારાસભ્યો માટે ૩૦૦ ઘર સ્ૐછડ્ઢછ બનાવશે. તેઓએ આ ઘર ખરીદવું પડશે. વાસ્તવમાં, મ્હાડા, જે મહારાષ્ટ્ર સરકારનો એક ભાગ છે, તે મુંબઈ અને સ્સ્ઇ વિસ્તારમાં પોસાય તેવા મકાનો બનાવે છે. સરકાર મુંબઈના ગોરેગાંવ વિસ્તારમાં ૩૦૦ ઘર બનાવવા જઈ રહી છે. આ ર્નિણયનો ભાજપના નેતા અને ધારાસભ્ય રામ કદમે પણ વિરોધ કર્યો હતો. તેમણે માંગ કરી હતી કે મુંબઈમાં જે ૩૦૦ ઘરો બની રહ્યા છે તે કોવિડ યોદ્ધાઓને આપવામાં આવે. કદમના જણાવ્યા અનુસાર “સરકારે પહેલા તેની પ્રાથમિકતા નક્કી કરવી જાેઈએ અને કોવિડ યોદ્ધાઓના પરિવારોને મફત મકાનો આપવા જાેઈએ, જેમણે લોકોની સેવા કરતી વખતે પોતાનો જીવ ગુમાવ્યો અને હવે તેમના પરિવારો પાસે છત નથી”. કદમે વધુમાં કહ્યું કે હું એ પણ કહેવા માંગુ છું કે અમે ધારાસભ્યોને ઘર આપવાના વિરોધમાં નથી, પરંતુ પહેલા કોવિડમાં જીવ ગુમાવનારા ડોકટરો, નર્સો, મ્સ્ઝ્ર સ્ટાફને ઘર આપવામાં આવે. ઘણા ધારાસભ્યોએ માંગ કરી હતી કે મુંબઈ શહેરમાં તેમના હકનું નાનું ઘર હોવું જાેઈએ. હાલમાં મનોરા છાત્રાલયનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે. જેના કારણે ઘણા ધારાસભ્યો હોટલોમાં રોકાયા છે. દૂર-દૂરના વિસ્તારોમાંથી આવેલા ધારાસભ્યો જેમની પાસે મુંબઈમાં કોઈ ઘર નથી તેમને સમસ્યા છે, તેથી જ સરકારે આ ર્નિણય લીધો છે.


