Delhi

હૈદરાબાદમાં વડાપ્રધાન વિશ્વની બીજી સૌથી ઉંચી પ્રતિમાનું અનાવરણ કરશે

નવીદિલ્હી
હૈદરાબાદમાં ૧૧મી સદીના સમાજ સુધારક અને સંત રામાનુજાચાર્યની ૨૧૬ ફૂટ ઊંચી પ્રતિમાનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૫ ફેબ્રુઆરીના રોજ અનાવરણ કરશે. ચિન્ના જેયર સ્વામીજીના આશ્રમ દ્વારા જાહેર કરાયેલા નિવેદન અનુસાર, આ પ્રતિમાને વિશ્વની બીજી સૌથી મોટી પ્રતિમા જાહેર કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, આ મોટી પ્રતિમા શહેરની બહારના ભાગમાં લગભગ ૪૫ એકરના કોમ્પ્લેક્સ વિસ્તારમાં પથરાયેલી છે. ૧૩ ફેબ્રુઆરીએ રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ ૧૨૦ કિલો વજનની રામાનુજની આંતરિક ચેમ્બરની સુવર્ણ પ્રતિમાનું પણ અનાવરણ કરશે.ચિન્ના જેયર સ્વામીએ જણાવ્યુ હતુ કે , “અમે મુખ્ય મહેમાનો, મહાનુભાવો, ભક્તો અને સમાનતાની પ્રતિમાના ભવ્ય ઉદઘાટન માટે દરેકનું હૃદયપૂર્વક સ્વાગત કરીએ છીએ. ભગવદ રામાનુજાચાર્ય હંમેશા સમાનતાના સાચા પ્રતિક તરીકે રહ્યા છે. વર્ષો બાદ આ પ્રોજેક્ટ સુનિશ્ચિત કરશે કે તેમના ઉપદેશોનો ઓછામાં ઓછા બીજા ૧,૦૦૦ વર્ષ સુધી અભ્યાસ કરવામાં આવે.” શ્રી રામાનુજાચાર્યની ૧,૦૦૦મી જન્મજયંતિની ઉજવણી કરવા માટે ૧૦૩૫ યજ્ઞ અને સામૂહિક મંત્ર જાપ જેવી આધ્યાત્મિક પ્રવૃત્તિઓ સહિત અનેક કાર્યક્રમો હાથ ધરવામાં આવનાર છે. આ કાર્યક્રમો ૨ ફેબ્રુઆરીથી શરૂ થશે અને તેલંગાણાના મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવ પણ આ કાર્યક્રમમાં હાજરી આપશે. ઉપરાંત અન્ય કેટલાક રાજ્યોના મુખ્યમંત્રીઓ, વિવિધ રાજકીયપક્ષના નેતાઓ, રાજકારણીઓ, સેલિબ્રિટી અને અભિનેતાઓ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહે તેવી સંભાવના છે.

PM-India-Shree-Narendra-Modi-Hydrabad-Ramanujachrya-Statue.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *