ન્યુદિલ્હી,
રાજ્યની તમામ શાળાઓ શરૂ થઈ ગઈ છે ત્યારે આ જાહેરાતથી વાલીઓમાં હાશકારો અનુભવાશે.કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટિ્વટ કરીને જાહેરાત કરી છે કે, હવે ૧૬ માર્ચથી ૧૨થી ૧૪ વર્ષના બાળકોને કોવિડ વેક્સિનેશન આપવામાં આવશે. નોંધનીય છે કે, સરકારે બીજા તબક્કામાં ૧૫થી ૧૮ વર્ષના બાળકોને વેક્સિન આપવાની જાહેરાત કરી દીધી હતી. રાજ્યની તમામ શાળાઓ શરૂ થઈ ગઈ છે ત્યારે આ જાહેરાતથી વાલીઓમાં હાશકારો અનુભવાશે. મનસુખ માંડવિયાએ ટિ્વટ કર્યું છે કે, બાળકો સુરક્ષીત છે તો દેશ સુરક્ષીત. તેમણે આગળ લખ્યું છે કે, મને જણાવતા ખુશી થાય છે કે ૧૬ માર્ચથી ૧૨થી ૧૪ વર્ષના બાળકોને કોરોના વેક્સિન આપવાની શરૂઆત કરવામાં આવી રહી છે. તે સાથે જ ૬૦થી વધુ ઉંમરના લોકોને હવે પ્રિકોશન ડોઝ પણ આપી શકાશે. તેમણે બાળકો અને વૃદ્ધોને કોરોના વેક્સિન લગાવી લેવાની પણ અપીલ કરી છે. ભારતમાં ગઈકાલે કોરોનાના ૨૫૦૩ કેસ નોંધાયા હતા અને ૫૭ લોકોના મોત થયા હતા. ભારતમાં હાલ કોરોનાના એક્ટિવ કેસ ૩૬,૧૩૮ છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ કેસ ૪ કરોડ ૨૯ લાખ ૯૩ હજાર ૪૯૪ નોંધાયા છે. અત્યાર સુધીમાં કોરોનાથી કુલ ૫ લાખ૧૫ હજાર ૯૦૭ લોકોએ જીવ ગુમાવ્યા છે. ભારતમાં અત્યાર સુધી ૯૬ કરોડ ૮૮ લાખ ૮૦ હજાર ૩૦૩ લોકોને પ્રથમ ડોઝ, ૮૧ કરોડ ૩૦ લાખ ૭૬ હજાર ૭૧૬ લોકોને બીજી ડોઝ અને ૨ કરોડ લોકોને પ્રિકોશન ડોઝ અપાઈ ગયો છે.