Delhi

૧ વર્ષમાં ભારતીય અબજાેપતિની સંખ્યા ૧૦૨થી ૧૪૨ થઈ

નવીદિલ્હી
વર્લ્‌ડ ઇકોનોમિક ફોરમના વાર્ષિક શિખર સંમેલનની બરાબર પહેલાં રજૂ કરાયેલા ઓક્સફેમ રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી. રિપોર્ટના મતે ભારતમાં ૨૦૨૧ દરમ્યાન અબજાેપતિની સંખ્યા એક વર્ષ પહેલાં ૧૦૨થી વધીને ૧૪૨ થઇ ગઇ. આ ૧૪૨ અબજાેપતિની કુલ સંપત્તિ આ સમયગાળા દરમ્યાન વધીને ૭૨૦ અબજ ડોલર પર પહોંચી ગઇ. આ દેશની ૪૦ ટકા ગરીબ વસતીની કુલ સંપત્તિથી વધુ છે. દેશમાં અબજાેપતિની સંખ્યા અને સંપત્તિ એવા સમયે વધી જ્યારે મહામારીની બીજી લહેરના પ્રકોપથી લોકો પરેશાન થઇ રહ્યા હતા. મહામારીના લીધે માત્ર લાખો લોકોના મોત થયા પરંતુ તેણે કરોડો લોકોની આર્થિક સ્થિતિ બગાડી દીધી. મોટી સંખ્યામાં લોકોની નોકરીઓ ગઇ અને તેમના કામ-ધંધા પર ખરાબ અસર પડી. રિપોર્ટના મતે મહામારીના લીધે ૨૦૨૧માં ભારતના ૮૪ ટકા પરિવારોની આવક ઘટી ગઇ. ભારત હવે અબજાેપતિઓની સંખ્યાના મામલામાં ટોપ૩ દેશોમાંથી એક બની ગયો છે. હવે ભારતથી વધુ અબજાેપતિ માત્ર અમેરિકા અને ચીનમાં છે. ફ્રાન્સ, સ્વીડન અને સ્વિટ્‌ઝરલેન્ડ ત્રણેય દેશોને મળીને જેટલા અબજાેપતિ છે તેમાંથી સૌથી વધુ એકલા ભારતમાં છે. બીજી બાજુ દેશની ૫૦ ટકા ગરીબ વસતીના નેશનલ વેલ્થમાં અંદાજે ૬ ટકા હિસ્સો છે. તેના પરથી ખબર પડે છે કે ભારતમાં અસમાનતા કેવી રીતે ચિંતાજનક સ્પીડથી વધી રહ્યા છે. ઓક્સફેમ ઇન્ડિયાના સીઇઓ અમિતાભ બેહાર એ કહ્યું કે અસમાનતા માત્ર ભારતમાં જ નહીં પરંતુ આખી દુનિયામાં વધી ગઇ છે. કોરોના મહામારીની સૌથી ખરાબ અસરમાંથી એક આર્થિક અસામનતાની વધવાની છે. અત્યારે સ્થિતિ એવી છે કે આર્થિક અસમાનતાના લીધે દરરોજ ઓછામાં ઓછા ૨૧ હજાર લોકોના જીવ જઇ રહ્યા છે. તેનો મતલબ એ થયો કે અસામનતાના લીધે દર ૪ સેકન્ડમાં એક વ્યક્તિનું મોત થઇ રહ્યું છે.ભારતમાં આર્થિક અસમાનતા ચિંતાજનક રીતે વધી રહી છે. એક તાજેતરના રિપોર્ટનું માનીએ તો ગયા વર્ષે દેશમા અબજાેપતિઓની સંખ્યા વધીને ૧૪૨ પર પહોંચી ગઇ. આ અબજાેપતિઓની પાસે દેશની ૪૦ ટકા વસતીથી વધુ સંપત્તિ છે. તો બીજીબાજુ ૨૦૨૧ દરમ્યાન ૮૪ ટકા પરિવારોની આવક ઓછી થઇ ગઇ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *