Delhi

૨૦ વર્ષની વિદ્યાર્થિનીને ૫૨ વર્ષના પ્રોફેસર સાથે પ્રેમ, છોકરીએ પ્રપોઝ કર્યું હતું ?!

નવીદિલ્હી
૫૨ વર્ષના વ્યક્તિએ ૨૦ વર્ષની છોકરી સાથે લગ્ન કર્યા છે. તમે કવિઓની પ્રેમ અને પ્રેમ વિશેની કવિતાઓ વાંચી હશે. એવું કહેવાય છે કે જે પ્રેમ કરે છે તે તેના જુસ્સાને સમજી શકે છે. બીજી એક પ્રખ્યાત કહેવત છે કે પ્રેમ આંધળો હોય છે. આ કહેવતને પાકિસ્તાનના એક કપલે વાસ્તવિક જીંદગીમાં જીવી બતાવી છે. જાેકે તેમની લવ સ્ટોરી ઘણી ફેમસ થઈ રહી છે. લોકો સમજી શકતા નથી કે ૨૦ વર્ષની છોકરી ૫૨ વર્ષના કાકાને કેવી રીતે પ્રેમ કરી શકે? આ સ્ટોરી ખૂબ જ રસપ્રદ છે કારણ કે છોકરી પોતે તેના પિતાની ઉંમરના શિક્ષકના પ્રેમમાં પડી ગઈ હતી અને તેમને પ્રપોઝ કર્યું. પાકિસ્તાનમાં ૨૦ વર્ષની એક યુવતીને તેના જ ૫૨ વર્ષના શિક્ષક સાથે પ્રેમ થઈ ગયો. શરૂઆતમાં શિક્ષકને તેનો પ્રસ્તાવ વિચિત્ર લાગ્યો પરંતુ બીજા જ અઠવાડિયે, તેની સ્ટુડન્ટના પ્રેમમાં પડ્યા અને એક અનોખી પ્રેમ કથા શરૂ થઈ, જે લગ્ન સાથે પૂર્ણ થઈ. પાકિસ્તાની યુટ્યુબર સૈયદ બાસિત અલીએ દુનિયાની સામે વધુ એક અનોખી લવ સ્ટોરી મૂકી છે. આ સ્ટોરી ૨૦ વર્ષની મ્.ર્ઝ્રદ્બ સ્ટુડન્ટ ઝોયા અને તેના ૫૨ વર્ષીય શિક્ષક સાજિદ અલીની છે. ઝોયા પોતે કહે છે કે તેના ટીચર તેના પ્રેમમાં નહોતા પરંતુ જ્યારે ઝોયાએ તેમને પ્રપોઝ કર્યું હતું. જાેકે અગાઉ સાજિદે આ પ્રસ્તાવને ફગાવી દીધો હતો કારણ કે બંને વચ્ચે ૩૨ વર્ષનું અંતર હતું. એક અઠવાડિયાનો સમય માંગ્યા પછી, તેને સમજાયું કે તે ઝોયાને પ્રેમ કરે છે. સંબંધ મેળ ખાતો ન હોવાથી બંનેના પરિવારજનોએ વાંધો ઉઠાવ્યો હતો. સાજિદના પરિવારને લાગ્યું હતું કે તે ઝોયા કરતા વધુ હેન્ડસમ છે. સાજિદને ઝોયાનું રાંધેલું ભોજન અને ચા ખૂબ ગમે છે. હાલમાં આ કપલ એમેઝોનના એફબીએ હોલસેલ પ્રોગ્રામનો ભાગ બનીને મહિને લાખો રૂપિયા કમાઈ રહ્યું છે. જાેકે પાકિસ્તાનમાં આવા લગ્નોની કોઈ કમી નથી. અગાઉ ૫૫ વર્ષના ફારુક અહેમદના લગ્ન ૧૮ વર્ષની યુવતી મુસ્કાન સાથે થયા હતા.

File-01-Page-11.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *