Delhi

૨૪ જુલાઇએ અમિત શાહ ફરી ગુજરાત પ્રવાસે આવશે

નવીદિલ્હી
ગાંધીગનર લોકસભાના સાસંદ અમિત શાહ ૨૪ જુલાઇના રોજ ગુજરાતમાં આવશે. તેઓ અમદાવાદમાં ભોપલ-ઘુમા વોટર સપ્લાય પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે. આ સિવાય અમિત શાહ દ્વારા ૨૫૦ કરોડના અન્ય વિકાસના કામોનું લોકાર્પણ પણ કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રી આ સિવાય ગુજરાત ગૃહ વિભાગની ઓનલાઇન એફઆઇઆર રજીસ્ટ્રેશનનું પણ લોંચિંગ કરેશ. આ સિવાય ગાંધીનગરમાં પણ અન્ય પ્રોજેક્ટનું લોકાર્પણ તેમના દ્વારા કરવામાં આવશેકેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહ ફરી જુલાઇમાં ગુજરાતની મુલાકાતે આવશે. ગુજરાતની મુલાકાત દરમિયાન તે ગાંધીનગર અમદવાદમાં વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. ગુજરાતમાં વિધાનસભાની ચૂટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના ગુજરાતના પ્રવાસ વધી ગયા છે.

File-02-Page-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *