નવીદિલ્હી
આઝાદીને ૭૦ વર્ષ થઈ ગયા છે પરંતુ હજુ પણ દેશમાં જાતિનું રાજકારણ બંધ થવાનું નામ નથી લઈ રહ્યું. બિહાર-યુપી જાતિ-રાજનીતિ માટે કુખ્યાત છે પરંતુ દેશના અન્ય રાજ્યો પણ તેનાથી અછૂત નથી. હવે કેન્દ્રીય રેલ રાજ્ય મંત્રી રાવસાહેબ દાનવેએ કહ્યું છે કે તેઓ ઈચ્છે છે કે મહારાષ્ટ્રમાં કોઈ બ્રાહ્મણ મુખ્યમંત્રી બને.રાવસાહેબ દાનવેએ પરશુરામ જયંતિ નિમિત્તે આ વાત કહી. જાેકે, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારે દાનવેના નિવેદન પર તીખી ઝાટકણી કાઢી છે. અજિત પવારે કહ્યું કે કોઈપણ જાતિનો વ્યક્તિ મુખ્યમંત્રી બની શકે છે. જાે કોઈ વ્યક્તિને ૧૪૫ ધારાસભ્યોનું સમર્થન હોય તો તે ટ્રાન્સજેન્ડર હોવા છતાં પણ મુખ્યમંત્રી બની શકે છે. આ પહેલા રાવસાહેબ દાનવેએ કહ્યું હતું કે, હું ઈચ્છું છું કે બ્રાહ્મણ સમુદાયમાંથી કોઈ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બને. હું બ્રાહ્મણ સમુદાયમાંથી કોઈને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે જાેવા ઈચ્છું છું. દાનવેએ પરશુરામ જયંતિના અવસર પર મંગળવારે રાત્રે જાલનામાં બ્રાહ્મણ સમુદાયના કેટલાક સભ્યો દ્વારા આયોજિત રેલીમાં આ નિવેદન આપ્યું હતું.રેલીમાં ઉપસ્થિત એક મહાનુભાવે માંગ ઉઠાવી હતી કે બ્રાહ્મણોને સ્થાનિક સંસ્થાઓમાં વધુ પ્રતિનિધિત્વ મળવું જાેઈએ. આ અંગે ભાજપના નેતા દાનવેએ કહ્યું હતું કે, “હું બ્રાહ્મણોને માત્ર કાઉન્સિલર અથવા નાગરિક સંસ્થાના વડા તરીકે જ નહીં, પરંતુ રાજ્યના મુખ્યમંત્રી તરીકે પણ બ્રાહ્મણોને જાેવા માંગુ છું.” દાનવેએ કહ્યું કે તેમણે ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર કર્યો હતો. દાનવેએ કહ્યું કે, રાજનીતિમાં એટલો જ્ઞાતિવાદ આવી ગયો છે કે તેને નકારી શકાય તેમ નથી, પરંતુ એક એવો નેતા હોવો જાેઈએ જે સમુદાયોને એક કરી શકે. આ પછી ગુરુવારે મુંબઈમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન અજિત પવારને જ્યારે દાનવેના નિવેદન વિશે પૂછવામાં આવ્યું ત્યારે નાયબ મુખ્ય પ્રધાને કહ્યું કે, કોઈ પણ વ્યક્તિ મુખ્ય પ્રધાન બની શકે છે. જાે કોઈ વ્યંઢળ અથવા કોઈપણ જાતિ, ધર્મ અથવા કોઈપણ મહિલાને ૧૪૫ ધારાસભ્યોનું સમર્થન મળે તો તે મુખ્યમંત્રી બની શકે છે. તેને માત્ર ૧૪૫ ધારાસભ્યોના સમર્થનની જરૂર છે. તેમણે કહ્યું કે મુખ્યમંત્રી બનવા માટે જાતિ, ધર્મ જાેવામાં આવતો નથી. તેમણે કહ્યું કે ધારાસભ્યોનું સમર્થન વધુ મહત્વનું છે.