Delhi

અમદાવાદથી મુંબઈમાં ભારે વરસાદથી તબાહી મચી

નવીદિલ્હી
મુંબઈ ભારતીય મોસમ વિજ્ઞાન કેન્દ્રએ જાણકારી આપી છે કે આગામી સમયમાં મુંબઈ, પાલઘર, ઢાણે, રાયગઢ, પૂણેના ઘાટ ક્ષેત્રો, સતારા, નાંદેડ, લાતૂર જિલ્લામાં અલગ-અલગ સ્થાનો પર મધ્મમથી તીવ્ર વરસાદ થવાની સંભાવના છે. આઈએમડીએ મહારાષ્ટ્રના કોલ્હાપુર, પાલઘર, નાસિક, પૂણે અને રત્નાગિરી જિલ્લા માટે ૧૪ જુલાઇ સુધી ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મુંબઈ માટે આગામી ૩ દિવસો માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં સોમવારે ભારે વરસાદના કારણે ઘણી નદીઓનું જળ સ્તર વધવાથી ગઢચિરૌલી જિલ્લામાં ત્રણ વ્યક્તિ લાપતા છે. અધિકારીઓએ જણાવ્યું કે નાસિક જિલ્લામાં ભારે વરસાદ થયો છે જેમાં ઘણી નદીઓનું જળસ્તર વધી ગયું છે અને ગોદાવરીમાં નદીતળ પર સ્થિત મંદિર ડુબી ગયા છે. આઈએમડીએ આગામી ૨૪ કલાકમાં ૨૦ સેન્ટીમીટરથી વધારે વરસાદ થવાનો અંદાજ વ્યક્ત કર્યો છે. એક અધિકારીના મચે નાસિક જિલ્લાના સુરગનામાં સૌથી વધારે ૨૩૮.૮ મિલિમીટર વરસાદ નોંધાયો છે. ગુજરાત માટે ૨૪ કલાક ‘ભારે’ – ગુજરાતમાં હાલ મેઘરાજાની તોફાની બેટિંગ જાેવા મળી રહી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારો જળબંબાકાર થયા છે. આ દરમિયાન હવામાન વિભાગે ૧૨મી જુલાઈના સવારે ૮.૩૦ વાગ્યાથી ૧૩મી જુલાઈના સવારે ૮.૩૦ વાગ્યાની એટલે કે ૨૪ કલાકની વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી ૨૪ કલાક રાજ્યમાં સાવર્ત્રિક વરસાદ રહેશે. આ દરમિયાન ૧૪ જિલ્લામાં અત્યંત ભારે વરસાદની સંભાવના છે. જ્યારે અમદાવાદ શહેરમાં સામાન્યથી ભારે વરસાદની આગાહી છે.મહારાષ્ટ્રમાં સતત વરસાદ વરસી રહ્યો છે. મુંબઈમાં ૧૪ જુલાઇ સુધી ૈંસ્ડ્ઢએ ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. બીએમસીએ શહેર અને ઉપનગરોમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. ૪૦ થી ૫૦ કિલોમીટરની ઝડપે પવન પણ ફુંકાઇ શકે છે. ભારે વરસાદના કારણે મુંબઈ જનાર લોકોએ સાવધ રહેવું પડશે. નહીંતર મુશ્કેલીમાં ફસાઇ શકે છે.

File-02-Page-09.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *