નવીદિલ્હી
ઉમેશ કોલ્હેએ નૂપુર શર્માના વિવાદાસ્પદ નિવેદનને સમર્થન આપ્યા બાદ કેટલાક લોકોએ તેમનું ગળું કાપીને હત્યા કરી નાંખી હતી. હત્યામાં સંડોવાયેલા આરોપીઓની અમરાવતી પોલીસે ધરપકડ કરી લીધી છે. તો બીજી તરફ આ સમગ્ર મામલાનું ઇન્દોર કનેક્શન દેખાઈ રહ્યું છે. ધરપકડ કરાયેલા આરોપીઓમાંથી એક ઈરફાન શેખની સામે વર્ષ ૨૦૨૧માં આઝાદ નગર પોલીસ સ્ટેશનમાં આરોપીઓને રક્ષણ આપવાનો કેસ નોંધાયેલો છે. આ સમગ્ર મામલે પોલીસ કમિશનર હરી નારાયણ ચારી મિશ્રાએ જણાવ્યું કે, જાન્યુઆરી ૨૦૨૧માં આઝાદ નગર પોલીસ સ્ટેશનમાં એક કેસ નોંધાયો હતો. જે અંતર્ગત, કલમ-૩૭૬ના બે આરોપીઓ ઇન્દોરથી અમરાવતી ભાગી ગયા હતા, જેને આરોપીએ રક્ષણ આપ્યું હતું. જે બાદ આરોપીઓને બચાવવા ઈરફાન શેખને પણ આ કેસમાં આરોપી બનાવવામાં આવ્યો હતો અને લગભગ ૧ મહિનો જેલમાં રહ્યા બાદ તેને જામીન પર છોડવામાં આવ્યો હતો. રિપોર્ટ પરથી સ્પષ્ટ છે કે ઉમેશ કોલ્હેની હત્યા ર્નિદયતાથી કરવામાં આવી હતી. જણાવી દઈએ કે ૨૧ જૂનના રોજ ૫૪ વર્ષીય કેમિસ્ટ ઉમેશ પ્રહલાદરાવ કોલ્હેની રાત્રે ૧૦થી ૧૦.૩૦ વાગ્યાની વચ્ચે જ્યારે તેઓ તેમની મેડિકલ શોપથી ઘરે જઈ રહ્યા હતા, ત્યારે હત્યા કરવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઉમેશ કોલ્હે પોતાની દુકાન ‘અમિત મેડિકલ સ્ટોર’ બંધ કરીને ઘરે જઈ રહ્યા હતા. ત્યારે ઉમેશ કોલ્હેની સ્કૂટી સામે મોટરસાઇકલ લઈને બે શખ્સો આવ્યા હતા અને હત્યા કરી દીધી હતી.અમરાવતી હત્યાકાંડ મામલે મૃતક ઉમેશ કોલ્હેનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવી ચૂક્યો છે. ઉમેશના પોસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર, ઉમેશ કોલ્હેના ગરદનના ડાબા ભાગ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલો એટલો જાેરદાર હતો કે તેનો ઘા ૮.૨ સેમી ઊંડો ગયો હતો. આ હુમલો ખૂબ જ તિક્ષણ હથિયાર વડે કરવામાં આવ્યો હતો. હથિયાર શરીરમાં આટલું ઊંડું ઘૂસી જવાના કારણે શરીરની ઘણી નસો ડેમેજ થઈ ગઈ હતી. પોસ્ટમોર્ટમમાં ૧૭માં પોઈન્ટમાં લખ્યું છે કે, ગરદનના ડાબા ભાગ પર ચાકુથી કરાયેલ હુમલામાં સ્પાઇન સુધી ઊંડો ઘા પડ્યો છે. ડાબી બાજુ સ્ટર્નોક્લીડોમેસ્ટોયડ મસલ્સ, જુગલર વેન અને કેરોટીડ આર્ટરી સાથે સાથે ઇસોફેગસ સુધી ઊંડા ઘા પડ્યા છે. તેમજ ડાબા પગમાં પણ ઘા જાેવા મળ્યા છે.
