Delhi

અમિત શાહે જૂનિયર એનટીઆર સાથે મુલાકાત કરી

નવીદિલ્હી
જૂનિયર દ્ગ્‌ઇ ગઈકાલ રાત્રે હૈદરાબાદમાં ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી છે. તાજેતરમાં અમિત શાહે પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા અકાઉન્ટ પર ગેટ-ટુ-ગેધરની કેટલીક ઝલક શેર કરી છે, જેને દ્ગ્‌ઇના ફેન્સ શેર કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ તેમની મીટિંગ પર રિએક્શન આપી રહ્યા છે. અમિત શાહે તસવીર શેર કરી કેપ્શનમાં લખ્યું, હૈદરાબાદમા એક ખૂબ જ પ્રતિભાશાળી અભિનેતા અને અમારા તેલુગુ સિનેમાના રત્ન જૂનિયર એનટીઆરની સાથે સારી વાતચીત થઈ. તારકની સાથે વાત કરીને ખુશી થઈ. એનટીઆરની મુલાકાત પર લોકો તમામ પ્રકારની રિએક્શન આપી રહ્યા છે. દેવેન્દ્ર શુક્લા ગુડ્ડૂ નામના ફેસબુક યુઝરે લખ્યું, દક્ષિણ વિજયની દિશામાં એક મહત્ત્વપૂર્ણ કડી નિશ્ચિત રીતે ચોક્કસ ભારતીય જનતા પાર્ટીનો અશ્વમેધ રથ દેશની ચારેય દિશામાં પોતાનો વિજય ધ્વજ લહેરાતો રહેશે.. વંદે માતરમ ભારત.. માતા કી વિજય.’ તારક સાથે અમિત શાહની મુલાકાત પર એક યુઝરે લખ્યું, સાઉથ ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીને સપોર્ટ કરવાનું સારું લાગ્યું…જે ભારતીય સંસ્કૃતિને લઈને ચાલે છે. જયહિંદ, હૈદરાબાદમાં થયેલી આ મુલાકાતથી ઘણા લોકો ખુશ છે. અશોક જૈન નામના એક યુઝરે લખ્યું, તેલંગનામાં બીજેપીનો ઝંડો લહેરાશે. આવતી વખતે દેશમાં દરેક જગ્યાએ બીજેપીની સરકાર બને અને વિકાસની નવી ઉંચાઈ પર તેલંગણા પણ વિકાસ કરે. જાણકારી માટે જણાવી દઈએ કે જૂનિયર એનટીઆરે ૨૦૦૯માં સામાન્ય ચૂંટણી દરમિયાન ્‌ડ્ઢઁ માટે પ્રચાર કર્યો હતો, પરંતુ તેઓ રાજનીતિથી હંમેશાં દૂર રહે છે. ઈલેક્શન માટે ભલે તેમને પ્રચાર કર્યો હોય પરંતુ સામાન્ય રીતે તેઓ ્‌ડ્ઢઁ નેતાઓની સાથે જાેવા પણ નથી મળતા. તારક પોતાની ફિલ્મી કરિયર પર સંપૂર્ણ રીતે ફોકસ્ડ છે પરંતુ અમિત શાહ સાથે મુલાકાતને તમામ લોકો આગામી ચૂંટણી સાથે જાેડીને જાેઈ રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ગૃહમંત્રીને ઇઇઇ પસંદ આવી હતી અને ફિલ્મમાં તેના લીડ સ્ટારનું પ્રદર્શન ઘણું ગમ્યું હતું અને તેથી જ તેમણે તેમને મળવા વિનંતી કરી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે બંનેએ સાથે ડિનર પણ કર્યું હતું.

File-01-Page-26.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *