નવીદિલ્હી
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે આજે ચંદીગઢમાં નશીલાં દ્રવ્યોની તસ્કરી અને રાષ્ટ્રીય સુરક્ષા પર રાષ્ટ્રીય સંમેલનને સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમમાં હરિયાણા, હિમાચલ પ્રદેશ અને પંજાબના મુખ્યમંત્રીઓ, ચંદીગઢના વહીવટકર્તા, બીએસએફ, એનઆઈએ અને એનસીબીના અધિકારીઓ તેમજ રાજ્યોના એએનટીએફના વડા અને એન્કોર્ડના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. તો બીજી તરફ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ દેશના ચાર શહેરોમાં પકડાયેલા લગભગ ૩૧,૦૦૦ કિલોગ્રામ ડ્રગ્સને સળગાવી નષ્ટ કરી દીધું હતું. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે, ડ્રગ્સની દાણચોરી અને પ્રસાર કોઇ પણ સમાજ માટે ખૂબ જ ઘાતક હોય છે. નશીલા પદાર્થોની તસ્કરી બાદ જ્યારે તે સમાજમાં ફેલાય છે ત્યારે પેઢીઓને ખોખલી બનાવી દે છે અને દેશ અને સમાજનાં મૂળિયા ખોખલા કરવા ઉધઈની જેમ કામ કરે છે. નશીલા દ્રવ્યોની દાણચોરી સામે શૂન્ય સહિષ્ણુતાની નીતિ અપનાવ્યા વિના કોઈ પણ તંદુરસ્ત, સમૃદ્ધ, સક્ષમ અને સલામત રાષ્ટ્ર તેનો હેતુ સિદ્ધ કરી શકે નહીં. તેમણે કહ્યું કે, ડ્રગ્સ સામેની લડાઈ સામાજિક રીતે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તે દેશની અર્થવ્યવસ્થાને ખોખલી બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, દેશની સુરક્ષાની દ્રષ્ટિએ પણ તે ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે ડ્રગ્સના વેપારથી ઉત્પન્ન થતા ગંદા નાણાંનો ઉપયોગ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓમાં થાય છે. એક તરફ નશીલા પદાર્થોની તસ્કરી અને તેના પ્રસારને અટકાવીને આપણે આવનારી પેઢીઓને બરબાદીથી બચાવવા માગીએ છીએ, સાથે જ નશાના વેપારથી પેદા થતા ગંદા નાણાંનો ઉપયોગ દેશની વિરુદ્ધ કરવામાં આવે છે, તેને રોકવાનું પણ આપણા દેશની સુરક્ષા માટે મહત્વપૂર્ણ છે. અમિત શાહે જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૪માં નરેન્દ્ર મોદીજી દેશના પ્રધાનમંત્રી બન્યા ત્યારથી જ ભારત સરકારે ડ્રગ્સ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે અને ધીમે ધીમે આપણે સિસ્ટમમાં રહેલી ખામીઓને પૂરીને ડ્રગ્સ સામેની લડાઈને અભેદ્ય અને ઝડપી ગતિએ ચાલનારી લડાઈ બનાવી છે. “આઝાદી પછી, આટલી સ્પષ્ટ દિશા અને ગતિ સાથે ડ્રગ્સ સામેની લડાઈ ક્યારેય નહોતી થઈ, પરંતુ આજે એક સ્પષ્ટ દિશા અને ઝડપી ગતિ સાથે, અમે ડ્રગ્સ સામેની લડાઈને આગળ વધારવામાં સફળ થયા છીએ. એનાં પરિણામો પણ આવ્યાં છે. ડ્રગ્સની વ્યક્તિ, સમાજ, અર્થવ્યવસ્થા અને દેશની સુરક્ષા પર ખરાબ અસર પડે છે, તેથી તેને મૂળ સહિત દ્રઢતાથી ઉખેડી નાખવું જરૂરી છે. કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે, ડ્રગ્સ સામેની લડાઈમાં ગૃહ મંત્રાલય બહુઆયામી અભિગમ સાથે આગળ વધ્યું છે. આ માટે અનેક વહીવટી સુધારાઓ કરવામાં આવ્યા છે, નવી પદ્ધતિઓ પણ વિકસાવવામાં આવી છે અને રાજ્યોને તેની સાથે જાેડવા માટે સક્રિય અભિગમ અપનાવ્યો છે. એક તરફ ફોરેન્સિક સાયન્સ ક્ષેત્રે અત્યાધુનિક લેબ ઉપલબ્ધ થાય તે માટે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી કેમ્પસમાં સેન્ટર ઉભું કરવામાં આવ્યું છે. તો બીજી તરફ કાયદાને કડક બનાવવા માટે પણ સૌની સાથે ચર્ચા ચાલી રહી છે. ત્રીજી તરફ, એન્કોર્ડ દ્વારા જિલ્લામાં કોઈ પણ પ્રકારની છટકબારીઓ ન રહે તે માટે એક એવું સમન્વય તંત્ર બનાવવાનું કામ પણ ગૃહ મંત્રાલયે ૨૦૧૯થી કર્યું છે. આ બધા સંકલિત પ્રયત્નોનાં જે પરિણામો મળ્યાં છે મનોબળમાં વધારો કરનારાં છે. આ પરિણામો દર્શાવે છે કે આ એવી સમસ્યા નથી કે જેનું નિદાન નથી અને મૂળ સહિત તેને સમાપ્ત ન કરી શકાય. તેમણે કહ્યું કે, જાે જિલ્લા અને તાલુકા સુધી એન્કોર્ડ પહોંચે અને તમામ વિભાગો સાથે મળીને કામ કરે તો થોડાં વર્ષોમાં મોદીજીનું નશામુક્ત ભારતનું સપનું પૂરું થતું જાેવા મળશે. અમિત શાહે જણાવ્યું હતું કે, છેલ્લાં આઠ વર્ષમાં મોદીજીનાં નેતૃત્વમાં નશીલા દ્રવ્યો સામેની લડાઈનાં સારાં પરિણામો મળ્યાં છે. ૨૦૦૬-૨૦૧૩ની સરખામણીએ ૨૦૧૪-૨૦૨૨ વચ્ચે છેલ્લાં ૮ વર્ષમાં લગભગ ૨૦૦ ટકા વધુ કેસ નોંધાયા છે. ધરપકડની સંખ્યામાં ૨૬૦ ટકાનો વધારો થયો છે. ક્વોલિટી કેસમાં ૮૦૦ ટકાનો વધારો થયો છે. ઝડપાયેલા ડ્રગ્સનો જથ્થો બમણાથી વધુ થઈ ગયો છે. વર્ષ ૨૦૦૬થી ૨૦૧૩ વચ્ચે ૧.૫૨ લાખ કિલો નાર્કોટિક્સ જપ્ત કરવામાં આવ્યું હતું જ્યારે ૨૦૧૪થી ૨૦૨૨ વચ્ચે ૩.૩ લાખ કિલો ડ્રગ્સ પકડવામાં આવ્યું હતું. અમે એવા ડ્રગ્સ પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું છે જે વધુ નુકસાન પહોંચાડે છે અને શરીર અને સમાજને ખોખલું કરે છે. ૨૦૦૬થી ૨૦૧૩ સુધીમાં ૭૬૮ કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયું હતું, જ્યારે ૨૦૧૪થી ૨૦૨૧ વચ્ચે ૨૦,૦૦૦ કરોડ રૂપિયાના ડ્રગ્સને પકડીને અને તેનો નાશ કરવા માટે અભિયાન ભારત સરકાર ચલાવી રહી છે.
