Delhi

અમુક નિયમો અનુસાર મૃત વ્યક્તિનું ITR ફાઇલ કરવું જરૂરી છે

નવીદિલ્હી
ઈન્કમટેક્સ ભરવાની છેલ્લી તારીખ ૩૧ જુલાઈ ૨૦૨૨ છે. જાે તમે ૈં્‌ઇ નથી ભરતા તો તમારે પેનલ્ટી ભરવી પડી શકે છે. શું તમે વિચાર્યું છે કે કોઈની મોત થઈ જાય પછી તેને આવકવેરા રિટર્ન ભરવું પડે કે નહીં? નિયમો અનુસાર મૃત વ્યક્તિનું ૈં્‌ઇ ફાઇલ કરવું જરૂરી છે. પરંતુ તેમના મૃત્યુ બાદ તેમનું ૈં્‌ઇ કોણ ફાઈલ કરશે? જાણીલો તેના માટેના આ નિયમ વિશે. જેમકે કોઈના મૃત્યુ પછી તેનું ૈં્‌ઇ ફાઈલ કરવા માટે સૌથી પહેલા મૃતકના કોઈ પણ સંબંધી જેમ કે તેની પત્ની અથવા પતિને કાયદાકીય વારસદારની મંજૂરી મળશે. તમને કોર્ટમાંથી આ મંજૂરી મળશે. વ્યક્તિના નજીકના સભ્યો જેમ કે પતિ-પત્ની અથવા પુત્ર-પુત્રી અથવા અન્ય કોઈને કોર્ટ દ્વારા કાયદેસરના વારસદાર બનાવવામાં આવે છે. કાનૂની વારસદારને સ્થાનિક મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ માન્યતા આપવામાં આવે છે. આ બધા માટે તમારે જાતે જ રજીસ્ટર કરી શકો છો અને જેના માટે તમારે સૌથી પહેલા તમે આયકર વિભાગની સાઈટ પર જઈને રજીસ્ટ્રેશન કરો. ત્યારબાદ તમે પહેલા કોર્ટ અથવા મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી કાનૂની વારસના પ્રમાણપત્રની નકલ લો. અને હવે તમે આવકવેરા વિભાગની વેબસાઇટ રંંॅજઃ//ુુુ.ૈહર્ષ્ઠદ્બીંટ્ઠટ.ર્ખ્તદૃ.ૈહ/ પર જાઓ. ત્યારબાદ ‘માય એકાઉન્ટ’ દ્વારા ‘કાનૂની વારસ તરીકે નોંધણી કરો’ પર ક્લિક કરો. અને પછી કાનૂની વારસદાર તરીકે તમારી નોંધણીની પ્રક્રિયા પૂર્ણ કરો. અને થોડા દિવસો પછી, તમને આવકવેરા વિભાગ પાસેથી તમારા નોંધણી વિશેની માહિતી મળશે. અને હવે એ પણ જાણી લો કે કેવી રીતે કરવી અરજી કે જેમાં મૃત વ્યક્તિનું ૈં્‌ઇ પણ બાકીના લોકોની જેમ જ ભરવામાં આવે છે. આ હેઠળ, કાયદાકીય વારસદાર બન્યા પછી, તમે મૃત વ્યક્તિના ખાતામાં લોગિન કરી શકશો. આ પછી, ૈં્‌ઇ ભર્યા પછી, ટેક્સ વિભાગ તે ખાતાને કાયમ માટે બંધ કરી દેશે. આ સમગ્ર પ્રક્રિયામાં, તમારી પાસે મૃત વ્યક્તિનું મૃત્યુ પ્રમાણપત્ર, પાન કાર્ડ અને આધાર કાર્ડ, તમારું પાન કાર્ડ અને આધાર કાર્ડ તેમજ તમને કાયદેસર વારસદાર બનાવવાનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે. ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ થયા બાદ મૃત વ્યક્તિના ખાતામાં પણ રિફંડ આવી જશે. તમારે તે બેંક ખાતામાંથી પૈસા ઉપાડવા અને તેને બંધ કરાવવા માટે તેમની બેંકનો સંપર્ક કરવો પડશે.

File-01-Page-11.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *