Delhi

અમેરિકાએ જાેનસન એન્ડ જાેનસન કોરોના વેક્સીન સામે કડક પગલાં ભર્યા

નવીદિલ્હી
વેક્સીન મળ્યા બાદ થ્રોમ્બોસાઇટોપેનિયા સિન્ડ્રોમ (ટીટીએસ) નીસાથે થ્રોમ્બોસિસ નામની એક દુર્લભ અને ખતરનાક ક્લોટિંગ સ્થિતિને કારણે જાેખમનાં કારણે આ બદલાવ કરવામાં આવી રહ્યો છે. એજન્સીએ ઝ્રદ્ગદ્ગની પુષ્ટિ કરી આ બદલાવ ઓથોરાઇઝ્‌ડ બૂસ્ટર ડોઝ પર પણ લાગૂ કર્યા છે. આપને જણાવી દઇએ કે, આ પહેલાં પણ અમેરિકાની સંસ્થાએ વર્ષ ૨૦૨૧નાં ડિસેમ્બર મહિનામાં જાેનસન એન્ડ જાેનસનનાં કોરોના વેક્સિન પર અસ્થાયી રોક લગાવવાની ભલામણ કરી હતી. હ્લડ્ઢછ અધિકારીઓએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેઓએ રસીકરણના બે અઠવાડિયાની અંદર જીવલેણ રક્ત ગંઠાઈ જવાના જાેખમ પરના ડેટા પર બીજી એક નજર નાખ્યા પછી જાેહ્ન્‌સન એન્ડ જાેન્સનની રસીને પ્રતિબંધિત કરવાનો ર્નિણય લીધો છે. યુ.એસ. સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન અનુસાર ગુરુવાર સુધીમાં, ત્નશ્ત્ન રસીના ૧૮.૭ મિલિયનથી વધુ ડોઝ યુ.એસ.માં આપવામાં આવ્યા છે. એજન્સીના રસીના વિશ્લેષણમાં ૧૮ માર્ચ સુધીમાં વેક્સીન એડવર્સ ઇવેન્ટ્‌સ રિપોર્ટિંગ સિસ્ટમ (ફછઈઇજી) ડેટાબેઝમાં નોંધાયેલા કેસોનો સમાવેશ થાય છે. હ્લડ્ઢછ કહે છે કે તેણે ્‌્‌જીના ૬૦ કેસની પુષ્ટિ કરી છે, જેમાં નવ મૃત્યુનો સમાવેશ થાય છે. રસીની ફેક્ટ શીટ પરની નવી ચેતવણી અનુસાર, ‘જહોન્સનની કોવિડ-૧૯ રસી થ્રોમ્બોસાયટોપેનિયા સિન્ડ્રોમ (્‌્‌જી) સાથે ગંઠાઈ જવાનું કારણ બની શકે છે, જે જીવન માટે જાેખમી બની શકે છે.’યૂએસ ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશને ગુરુવારે જાહેરાત કરી કે, તે જાેનસન એન્ડ જાેનસન કોવિડ-૧૯ વેક્સીનનાં ઇમરજન્સી ઉપયોગને સીમિત કરી રહ્યો છે. ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશને કહ્યું કે, વેક્સીન ફક્ત તેમને જ આપવામાં આવે જે આ માટે અનુરોધ કરે. અથવા તો અન્ય કોઇ વેક્સીન ન લઇ શકતાં હોય. અમેરિકન અધિકારીઓએ સિફારિશ કરી છે કે, અમેરિકન નાગરિક તેમનાં કોવિડ-૧૯ વેક્સિનેશન માટે ફાઇઝર કે મોડર્નાની વેક્સિનનો ઉપયોગ કરી શકે છે.

USA-COVID-19-Blood-Clotting-Risk-Janssen-Vaccine.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *