Delhi

અમેરિકાની ૧૯ વર્ષની છોકરીએ કરી બ્રિટનની મહારાણીના મૃત્યુની આગાહી, હવે તે થયું સત્ય

નવીદિલ્હી
બ્રિટનની મહારાણી ક્વીન એલિઝાબેથ દ્વિતીયનું ૮ સપ્ટેમ્બરે નિધન થયું છે. બ્રિટનની મહારાણીના સ્વાસ્થ્ય સાથે જાેડાયેલા સમાચાર અગાઉ પણ ઘણી વખત આવતા રહ્યાં છે. જાેકે વર્ષ ૨૦૨૨ની શરૂઆતમાં જ એક છોકરીએ ક્વીનના નિધનની ભવિષ્યવાણી કરી હતી. ૧૯ વર્ષની આ છોકરીનું નામ હૈના કૈરોલ છે, જે પોપ કે પછી સિનેમા સાથે જાેડાયેલી ભવિષ્યવાણી કરે છે. અત્યાર સુધીમાં તેમણે ઘણી ભવિષ્યવાણી કરી હતી, જે સાચી સાબિત થઈ છે. ક્વિનના નિધન પછી તેમની વિશ્વસનીયતા વધી ગઈ છે. હવે સવાલ એ છે કે તેમની અન્ય ભવિષ્યવાણીઓ પણ આ રીતે સાચી જ પડી હશે. હૈના લોકોની પર્સનલ ભવિષ્યવાણી કરીને મહિને લગભગ દોઢ લાખ રૂપિયા કમાઈ રહી છે. હૈના કહે છે કે હવે આ બાબતને તે એક બિઝનેસની જેમ જ જાેવે છે. લોકો મને પોતાની તસ્વીર મોકલે છે અને મને તેને જાેઈને જે પણ ફિલિંગ આવે છે, હું તેમને કહું છું. તેમના કરિયર, લગ્ન સાથે જાેડાયેલી વાતો હું તેમને જણાવું છું. જ્યારે ભવિષ્યવાણી સાચી સાબિત થાય છે ત્યારે લોકો મને મેસેજ કરે છે, જેનાથી મને આનંદ મળે છે. હૈનાએ વર્ષ ૨૦૨૨ની શરૂઆતમાં ૨૮ ભવિષ્યવાણીનું એક લિસ્ટ બનાવ્યું છે. જે પૈકીની ઘણી અત્યાર સુધીમાં સાચી સાબિત થઈ છે. મહારાણી એલિઝાબેથ દ્વિતીયનું નિધન પણ આ પૈકીની એક છે. પોપ સિંગર રિહનાનું પ્રેગ્નન્ટ થવું, પ્રિયંકા ચોપરા અને નિક જાેનસના ઘરે બાળકનું સ્વાગત, કિમ કર્દાશિયનનું બ્રેક થવા સંબંધી ભવિષ્યવાણી હેનાએ કરી હતી. હૈના અમિરિકાના મેસાચુસેટ્‌સન રહેવાસી છે. હેના કહે છે કે તેને પોપ કલ્ચરમાં રસ છે, તેના કારણે તેની ભવિષ્યવાણી મોટાભાગે તેની સાથે સંકળાયેલી હોય છે. તેનું કહેવું છે કે તે એવી જ ભવિષ્યવાણીઓ કરે છે, જેની સાથે તેની ફિલિંગ હોય છે. કેંડાલ જેનરની સગાઈ, હેલી બીબરનું પ્રેગનન્ટ થવું, ટાયલર સ્વિફ્ટના લગ્ન કે સગાઈની જાહેરાત, વન ડાયરેક્શન બેન્ડનું ફરીથી રિયૂનિયન જેવી ધણી ભવિષ્યવાણીઓ છે, જે હૈનાએ કરી છે.

File-02-Page-02.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *