Delhi

અમેરિકામાં પકડાયેલ ગુજરાતી યુવકોનું આઈઈએલટીએસ કૌભાંડનું નવસારી કનેક્શન

નવીદિલ્હી
અંગ્રેજી આવડતુ ન હોવા છતાં ૈંઈન્‌જી ની પરીક્ષામાં ૮ બેન્ડ લાવી પાસ થઈને અમેરિકા જવા નીકળેલા મહેસાણાના ચાર પટેલ યુવકો પકડાયા છે. ચારેય વિદ્યાર્થીઓ ગેરકાયદેસર રીતે કેનેડાથી અમેરિકા બોર્ડર પાર કરીને જઈ રહ્યા હતા. અધવચ્ચે નદીમાં તેમની બોટ પકડતા અમેરિકન પોલીસે તેમને પકડ્યા હતા, અને પૂછપરછમાં ખુલાસો થયો કે તેમને અંગ્રેજી આવડતુ ન હોવા છતાં ૈંઈન્‌જી ની પરીક્ષામાં ૮ બેન્ડ લાવ્યા હતા. ત્યારે હવે અમેરિકાથી શરૂ થયેલી તપાસ મહેસાણા, અમદાવાદ બાદ હવે નવસારીમાં પહોંચી છે. મહેસાણા પોલીસની તપાસમાં સામે આવ્યુ કે, આ ચારેય યુવકોએ નવસારીનું સેન્ટર પસંદ કર્યું હતું. અમદાવાદના સાબમરતી વિસ્તારમાં આવેલા પ્લાનેટ એ.ડી.યુ નામની સંસ્થામાં એડમિશન કરવામાં આવ્યું હતું. અમદાવાદની પ્લાનેટ એ.ડી.યુ નામની સંસ્થામાંથી આ ચારેય યુવકોને નવસારી ૈંઈન્‌જી ની પરીક્ષા આપવા મોકલ્યા હતા. ત્યારે ઝી ૨૪ કલાક આ સંસ્થાની ઓફિસે પહોંચી હતી, ત્યારે આ સંસ્થામાંથી કોઈએ પણ આ અંગે જવાબ આપવાનું ટાળ્યું. વિદ્યાર્થીઓને અંગ્રેજીનો છ પણ આવડતો નહીં હોવાનું સામે આવતા અમેરિકન એમ્બેસીએ મુંબઇ એમ્બેસીને જાણ કર્યા બાદ મહેસાણા પોલીસ તપાસમાં જાેતરાઈ છે. જેમાં ચારેય વિદ્યાર્થીઓએ નવસારીની હોટલ ફન સીટીમાં પરીક્ષા આપી હોવાનું સામે આવ્યું છે. જેમાં અનેક નવા ખુલાસા થયા છે કે, અમદાવાદની પ્લેનેટ એજ્યુકેશન સંસ્થાનું નવસારીની હોટલ ફન સિટી સાથે વાર્ષિક ટાયઅપ કરવામાં આવ્યું છે અને અહીં મહિનામાં એક અથવા બે વાર પરીક્ષા લેવામાં આવે છે. જેમાં ગત ૨૪ સપ્ટેમ્બર ૨૦૨૧ ના રોજ પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં આ ચારેય વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, પરંતુ એ પરીક્ષાના સીસીટીવી ફૂટેજ લાંબો સમય હોવાથી મળ્યા નથી. જેથી પોલીસે સમગ્ર મામલે હોટલ મેનેજર સહિત ૈંઈન્‌જી ના કર્મચારીઓના નિવેદનો લઈ તપાસને વેગ આપ્યો છે. જેમાં આજે ૈંઈન્‌જી ના કર્મચારીઓને આજે મહેસાણા બોલાવ્યા હોવાનું પણ જાણવા મળ્યુ છે. ત્યારે સમગ્ર મામલે કઈ રીતે અને કોના દ્વારા આ કૌભાંડ આચરાયું, તેમાં કોણ સંકળાયેલુ છે, વિદ્યાર્થીઓએ કઈ રીતે પરીક્ષા આપી હતી, અને કઈ રીતે ૮ બેન્ડ આવ્યું, વિદ્યાર્થીઓના એકેડમિક રેકોર્ડ પણ ચેક કરવામા આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *