નવીદિલ્હી
યુએસ ફેડની પોલિસી અને કોમેન્ટ્રી બાદ યુએસ બજારોમાં તેજી જાેવા મળી હતી. બીજી તરફ વૈશ્વિક બજારોમાં મજબૂતીના સંકેતો જાેવા મળી રહ્યા છે. ફેડની પોલિસીની જાહેરાત બાદ છેલ્લા એક કલાકમાં યુએસ બજારોમાં તેજી જાેવા મળી હતી અને ડાઉ જાેન્સ ૫૨૦ પોઈન્ટના વધારા સાથે દિવસના ઉચ્ચ સ્તરે બંધ થયો હતો. એટલું જ નહીં નાસ્ડેકમાં લગભગ ૫૦૦ પોઈન્ટ્સ એટલે કે ૩.૭૭ ટકાનો ઉછાળો જાેવા મળ્યો અને આ ઈન્ડેક્સ ૧૩૪૩૬ના સ્તરે બંધ થયો. યુએસ માર્કેટમાં આઈટી અને બેન્ક શેરોમાં મજબૂત ઉછાળો જાેવા મળ્યો છે. ઉર્જા ક્ષેત્ર સિવાય અન્ય તમામ ક્ષેત્રોમાં ખરીદી જાેવા મળી હતી. આ ઉપરાંત યુરોપિયન બજારોમાં ૩.૫ ટકાનો ઉછાળો જાેવા મળ્યો હતો. એશિયન બજારોની વાત કરીએ તો અહીં પણ હરિયાળી જાેવા મળે છે. એસએફએક્સ નિફ્ટીમાં ૨૭૧ પોઈન્ટનો જંગી વધારો જાેવા મળી રહ્યો છે અને આ ઈન્ડેક્સ લીલા રંગમાં ટ્રેડ થઈ રહ્યો છે. વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ માર્ચ ૧૬ના ટ્રેડિંગ સેશન દરમિયાન રૂ. ૩૧૧.૯૯ કરોડનું રોકાણ કર્યું હતું સાથે ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સએ રૂ. ૭૭૨.૫૫ કરોડ બજારમાં ઉમેર્યા છે. શેરબજારમાં મજબૂતી રહી હતી. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ ૧,૦૩૯ પોઈન્ટ (૧.૮૬%) વધીને ૫૬,૮૧૬ પર અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ૩૧૨ પોઈન્ટ (૧.૮૭%) વધીને ૧૬,૯૭૫ પર બંધ થયો હતો. બેન્કિંગ શેરોએ બજારને સંપૂર્ણ ટેકો આપ્યો હતો. સેન્સેક્સ ૭૭૯ પોઈન્ટ અને ૫૬,૫૫૫ પર ખુલ્યો હતો. કારોબારમાં ૫૬,૮૬૦ નું ઉપલું સ્તર અને ૫૬,૩૮૯ નું નીચલું સ્તર બન્યું હતું તેના તમામ ૩૦ શેરોમાંથી માત્ર પાવરગ્રીડ અને સનફાર્મા નજીવા ઘટ્યા હતા.અમેરિકામાં ફેડ પોલિસી બાદ વૈશ્વિક બજારોમાં તેજી જાેવા મળી છે જેની અસર ભારતીય શેરબજાર ઉપર પણ દેખાઈ છે. આજે ગુરુવારે શેરબજારના બંને મુખ્ય ઇન્ડેક્સમાં જબરદસ્ત તેજી દેખાઈ છે. પ્રારંભિક કારોબારમાં સેન્સેક્સમાં ૧.૪ ટકા અને નિફ્ટીમાં ૧.૩ ટકાનો ઉછાળો દેખાઈ રહ્યો છે. સેન્સેક્સ ૫૭,૬૨૦.૨૮ ઉપર ખુલ્યો હતો જેનું ગઈકાલનું બંધ સ્તર ૫૬,૮૧૬ હતું. નિફ્ટીની વાત કરીએતી બુધવારે ઇન્ડેક્સ ૩૧૨ પોઈન્ટ વધીને ૧૬,૯૭૫ પર બંધ થયો હતો જે આજે ૧૭,૨૦૨.૯૦ ઉપર ખુલ્યો હતો. મુકેશ અંબાણી ગ્રુપ હુરુન ઈન્ડિયા ૨૦૨૨ની ગ્લોબલ રિચ લિસ્ટ દ્વારા પ્રકાશિત વિશ્વના ટોચના ૧૦ અબજાેપતિઓની યાદીમાં સામેલ થનારા એકમાત્ર ભારતીય બન્યા છે.