Delhi

અલકાયદાએ ભારતીયો હિંદુઓ વિરુદ્ધ કહ્યું “મુસ્લિમ દેશોએ આમને નોકરીથી હાંકી કાઢવા જાેઈએ”

નવીદિલ્હી
આતંકવાદી સંગઠન અલ કાયદાએ તેના મેગેઝિનમાં પ્રકાશિત એક લેખમાં ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું છે. આ સાથે તેણે આરબ દેશોને ભારતીય સામાનનો બહિષ્કાર કરવા વિનંતી કરી છે. અલકાયદાએ તેના મેગેઝિનમાં કથિત નિંદા માટે ભારતીયો, હિન્દુઓ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નિશાન બનાવ્યા છે. આ સિવાય લેખ દ્વારા તેમણે મુસ્લિમ દેશોને ભારતીયો, ભારતીય ઉત્પાદનો અને અરબ દેશોમાં કામ કરતા હિન્દુઓનો બહિષ્કાર કરવા કહ્યું હતું. આતંકવાદી જૂથ અલ-કાયદા મીડિયા, અસ-સાહબે સામયિક મેગેઝિન વન ઉમ્માનો પાંચમો અંક પ્રકાશિત કર્યો, જેમાં એક લેખ દ્વારા ભારતીયોને નિશાન બનાવવામાં આવ્યા છે. આતંકવાદી સંગઠને ભાજપના પૂર્વ પ્રવક્તા નુપુર શર્મા દ્વારા પયગંબર મોહમ્મદ વિશે કરેલી વિવાદાસ્પદ ટિપ્પણીનો પણ ઉલ્લેખ કર્યો છે અને ભારતમાં ઈશનિંદા વિશે પણ લખ્યું છે. આતંકવાદી સંગઠને તમામ મુસ્લિમો અને મુસ્લિમ દેશોને ભારત વિરુદ્ધ એક થવાનું કહ્યું છે. લેખમાં લખવામાં આવ્યું છે કે, મુસ્લિમ વિશ્વમાં મૌન હોવાને કારણે ભારતની હિન્દુવાદી સરકારે હદ વટાવીને પયગંબર મોહમ્મદનું અપમાન કર્યું છે. આ સિવાય આતંકી સંગઠન અલ કાયદાએ કાશ્મીરમાં આતંકી ગતિવિધિઓ વધારવા માટે મદદ માંગી છે. લેખમાં લખવામાં આવ્યું છે કે, ‘અમે આ હિંદુ સરકાર સામે એક થવા અને ભારતમાં અમારા ભાઈ-બહેનોની મદદ કરવા માટે આહ્વાન કરીએ છીએ જેથી અલ્લાહના દુશ્મનો અમારા પયગંબર વિરુદ્ધ આવા અપમાનજનક અપરાધનું પુનરાવર્તન કરવાની હિંમત ન કરે. આ સિવાય મેગેઝિનમાં સોમાલિયામાં અલ કાયદાના પ્રવેશ અંગે પણ માહિતી આપવામાં આવી છે. લેખમાં અલ-શબાબના ભૂતપૂર્વ અમીર અહેમદ અબ્દી ગોદાને ઉર્ફે મુખ્તાર અબુ ઝુબેરનો ઉલ્લેખ છે. જણાવી દઈએ કે, ગોડેનને અમેરિકા દ્વારા વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો, જાેકે તે સોમાલિયામાં જ ૧ સપ્ટેમ્બર, ૨૦૧૪ના રોજ અમેરિકન ડ્રોન હુમલામાં માર્યો ગયો હતો. લેખમાં લખવામાં આવ્યું છે કે, અમે તમામ મુસ્લિમો, ખાસ કરીને ઉદ્યોગપતિઓને ભારતીય ઉત્પાદનોનો બહિષ્કાર કરવા, હિંદુ કર્મચારીઓની નોકરીઓ છીનવી લેવા અને તેમને મુસ્લિમ દેશોમાંથી હાંકી કાઢવાનું આહ્વાન કરીએ છીએ.

File-01-Page-04.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *