નવીદિલ્હી
ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં સંબોધન કરતાં ઓવૈસી પર થયેલા હુમલા, તપાસની સંપૂર્ણ માહિતી આપી હતી. આ સાથે તેમણે ઓવૈસીને કહ્યું કેન્દ્ર દ્વારા આપવામાં આવતી ઝેડ કેટેગરીની સુરક્ષા લેવા વિનંતી કરી હતી. પરંતુ બાદમાં ઓવૈસીએ લોકસભામાં તેમના સંબોધન દરમિયાન આ સુરક્ષા લેવાનું ટાળ્યું હતું. હુમલાના બીજા દિવસે ઓવૈસીને ઝેડ કેટેગરીની સુરક્ષા આપવાનો ર્નિણય લેવામાં આવ્યો હતો, પરંતુ ઓવૈસીએ તે લેવાની ના પાડી દીધી હતી.અસદુદ્દીન ઓવૈસી પર હુમલાનો નવો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં ઓવૈસીની કાર દેખાઈ રહી છે. હુમલાખોરોએ ધડાધડ ગોળીબાર કર્યો હતો. આ સાથે આરોપી સચિનનો કબૂલાતનો વીડિયો પણ સામે આવ્યો છે. ઓવૈસી પર હુમલાના નવા વીડિયોમાં ઓવૈસીની સફેદ કારની સામે બે વાહનો પણ જાેવા મળી રહ્યા છે. ઓવૈસીની કાર પર તરત જ હુમલાખોરે ગોળીબાર કર્યો હતો. હુમલા પછી, ઓવૈસીની કાર આગળ વધે છે અને યુ-ટર્ન લઈને પાછળ જાય છે. તે વીડિયોમાં દેખાઈ રહ્યું છે શૂટર્સ પહેલા ટોલ પ્લાઝા પર ઉભા રહીને રાહ જાેઈ રહ્યા હતા, પછી જ્યારે ઓવૈસીની કાર ધીમી પડી તો આ લોકોએ તેમના પર ગોળીબાર કર્યો. બીજી તરફ આરોપી સચિનની કબૂલાત પણ સામે આવી છે. જેમાં સચિન શર્મા પોલીસકર્મીઓને કહી રહ્યો છે કે ૨૦૧૪માં તેનો ભાઈ અકબરુદ્દીન ઓવૈસી તરફથી એક નિવેદન આવ્યું છે, જેમાં તેણે કહ્યું છે કે આ તાજમહેલ અને કુતુબ મિનાર બધા આપણા પૂર્વજાેના છે. તે નિવેદન સાંભળીને તેને ખરાબ લાગ્યું. ઓવૈસીની કાર પર હુમલો કરનાર બંને યુવકો પહેલાથી જ પોલીસની કસ્ટડીમાં છે. પ્રથમ હુમલાખોરને ઓવૈસીની કારના ડ્રાઈવરે ટક્કર મારી હતી અને પડી ગયો હતો. પોલીસે સ્થળ પર પહોંચીને ધરપકડ કરી હતી. બીજી તરફ, બીજા આરોપીએ ગાઝિયાબાદના પોલીસ સ્ટેશન પહોંચ્યા બાદ આત્મસમર્પણ કર્યું. બંને આરોપીઓને ૧૪ દિવસ માટે ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. બંનેની ઓળખ શુભમ અને સચિન તરીકે થઈ છે. અસદુદ્દીન ઓવૈસી મેરઠથી જનસભા કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે હાપુડ ટોલ પ્લાઝા પર તેમની કાર પર હુમલો કરવામાં આવ્યો હતો. જેના કારણે તેમાં ૩ -૪ ગોળીઓ ચલાવવામાં આવી હતી. કાર પરના નિશાન ઓવૈસીએ પોતે ટ્વીટ કરીને બતાવ્યા હતા. હુમલાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા. બાદમાં પીલખુવા પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી હતી.
