નવીદિલ્હી
હવે બેરોજગાર લોકોને બહુ જલદી નોકરીની નવી તક મળનાર છે. આંગણવાડી વર્કર્સ, આસિસ્ટન્ટ અને સુપરવાઈઝર માટે અલગ અલગ પદો પર ભરતી માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ વેકેન્સીઝ પર લગભગ ૮૦૦૦ પદો પર ભરતી થવાની છે. તેની ઓનલાઈન અરજી જમા કરવાની તારીખ ૪ એપ્રિલ ૨૦૨૨ છે. કેન્ડિડેટ્સ આ સંલગ્ન કોઈ પણ જાણકારી માટે નોટિફિકેશન જાેઈ શકો છો. અત્રે જણાવવાનું કે ૧૬ માર્ચથી અરજી કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ઈચ્છા ધરાવનારા ઉમેદવારો અરજી જમા કરવા માટે અધિકૃત વેબસાઈટ ી-રદ્બિજ.ખ્તેદ્ઘટ્ઠટ્ઠિં.ર્ખ્તદૃ.ૈહ પર જાઓ. મહિલા અને બાળ વિકાસ વિભાગના ઓનલાઈન આવેદન પર ક્લિક કરો અને તમારી પર્સનલ ડિટેલ્સ ભરીને ફોર્મ જમા કરો. આ અરજી પત્રની પ્રિન્ટ આઉટ કાઢવાનું ના ભૂલશો. અરજી કરવા માટે ઉમેદવારની ઉંમર ૧૮થી ૩૩ વર્ષની વચ્ચે હોવી જાેઈએ. રિઝર્વ્ડ કેટેગરીના ઉમેદવારો માટે ઉંમરની લિમિટમાં છૂટનું પ્રોવિઝન પણ છે. આ ઉપરાંત ઉમેદવારોની પસંદગી મેરિટના બેસિસ પર કરવામાં આવશે.
