નવીદિલ્હી
આઈએએસ ટીના ડાબી લાંબા સમયથી પ્રદીપ ગવાંડે સાથે લગ્નના સમચારોને લઇને ચર્ચા હતી. આખરે ટીના અને પ્રદીપ લગ્નના બંધનમાં બંધાઇ ચૂક્યા છે. ટીના ડાબીના લગ્નના ફોટોઝની લોકો બોલીવુડ સેલીબ્રિટીની માફક રાહ જાેઇ રહ્યા હતા. તો બીજી તરફ આખરે ટીનાના લગ્નની તસવીરો સામે આવી ચૂકી છે. લગ્ન દરમિયાન ટીનાએ વેડિંગ લુક માટે જ્યાં વ્હાઇટ અને ગોલ્ડન રંગની સિલ્ક સાડીમાં જાેવા મલી તો બીજી તરફ રિસેપ્શનમાં આઇએએસએ લહેંગો પહેર્યો. રિસેપ્શન લુકમાં ટીનાએ ડાર્ક મરૂન રંગનો લહેંગો પહેર્યો અને સાથે ટીકો અને ચોકર કેરી કર્યું. બંને જ લુકમાં ટીના એકદમ સુંદર લાગી રહી છે. તો બીજી તરફ તેમના લગ્ન અને રિસેપ્શનના ફોટા સોશિયલ મીડિયા પર જાેરદાર વાયરલ થઇ રહ્યા છે. તો બીજી તરફ પ્રદીપની વાત કરીએ તો તેમણે ટીનાની સાથે મેચિંગ કરતાં લગ્ન દરમિયાન વ્હાઇટ કુર્તો પાયઝામો કેરી કર્યો તો રિસેપ્શન લુક માટે મરૂન રંગની શેરવાનીમાં જાેવા મળ્યા.