Delhi

આઈપીએલમાં ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ ૨ સપ્તાહ નહીં રમી શકે

નવીદિલ્હી
ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન સિરીઝને કારણે ૈંઁન્ની ચાર મોટી ટીમોને નુકસાન થયું છે. જેમાં કોલકાતા નાઈટ રાઈડર્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ, લખનૌ સુપર જાયન્ટ્‌સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ સામેલ છે. એ પણ બતાવી દઇએ કે ૈંઁન્ના પહેલા બે અઠવાડિયામાં કઈ ટીમનો કયો ખેલાડી નહીં રમે. લખનૌ સુપરજાયન્ટ્‌સ તેમના સૌથી મહત્વપૂર્ણ ઓલરાઉન્ડર માર્કસ સ્ટોઈનિસ વિના રમશે. સુપરજાયન્ટ્‌સ દ્વારા ડ્રાફ્ટ ખેલાડીઓમાં સ્ટોઇનિસનો સમાવેશ કરવામાં આવ્યો હતો. પરંતુ હવે આ ખેલાડી પહેલા બે અઠવાડિયા સુધી ૈંઁન્ નહીં રમે. કોલકાતા નાઈટ રાઈડર્સ પણ તેના મહત્વના ખેલાડી પેટ કમિન્સ વિના મેદાનમાં ઉતરશે. કમિન્સને કોલકાતાએ ૭.૨૫ કરોડની મોટી કિંમતે ખરીદ્યો છે. દિલ્હી કેપિટલ્સ ડેવિડ વોર્નર અને મિશેલ માર્શ વિના ઓપનિંગ મેચ રમશે. દિલ્હીએ વોર્નર માટે ૬.૨૫ કરોડ રૂપિયા ખર્ચ્યા છે. આ સિવાય દિલ્હીએ મિશેલ માર્શ માટે ૬.૫૦ કરોડ રૂપિયા પણ ખર્ચ્યા છે. ઇઝ્રમ્ ને ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન સિરીઝથી સૌથી વધારે નુકસાન થશે. ૈંઁન્ના પ્રથમ બે સપ્તાહમાં, તેના ૩ મુખ્ય ખેલાડીઓ પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર રહી શકે છે, જેમાં ગ્લેન મેક્સવેલ, જાેશ હેઝલવુડ અને જેસન બેહરેનડોર્ફનો સમાવેશ થાય છે. સનરાઈઝર્સ હૈદરાબાદની વાત કરીએ તો તેઓ આઈપીએલ ૨૦૨૨ ના પહેલા બે અઠવાડિયામાં શોન એબોટ વિના રમશે. ઓસ્ટ્રેલિયાના આ ઓલરાઉન્ડરને સનરાઇઝર્સે ૭૫ લાખમાં ખરીદ્યો હતો. જાે કે, હૈદરાબાદને અન્ય ટીમોની સરખામણીમાં ઓછું નુકસાન થયું હોય તેવું લાગે છે.ઈન્ડિયન પ્રીમિયર લીગ ૨૦૨૨ની મેગા ઓક્શનમાં ખેલાડીઓ પર કરોડોનો વરસાદ થયો હતો. ખાસ કરીને ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓને પણ ખૂબ પૈસા મળ્યા. પરંતુ જે ટીમોએ ઓસ્ટ્રેલિયાના મોટા ખેલાડીઓ પર કરોડોનો ખર્ચ કર્યો છે, તેમને હવે મોટો ઝટકો લાગ્યો છે. મંગળવારે, ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાન સામેની ર્ંડ્ઢૈં અને ટી૨૦ શ્રેણી માટે તેની ટીમની જાહેરાત કરી છે, જેના કારણે ૪ આઈપીએલ ફ્રેન્ચાઇઝીના મહત્વપૂર્ણ ખેલાડીઓ ૨ અઠવાડિયા સુધી આઈપીએલમાં રમી શકશે નહીં. જાે ટીમના મુખ્ય ખેલાડીઓ ૨ અઠવાડિયા માટે બહાર રહે છે તો આઈપીએલજેવી ટૂર્નામેન્ટમાં પ્લેઓફમાં પહોંચવાની તેની શક્યતાઓને પણ આંચકો લાગી શકે છે. કઈ ટીમના કયા ખેલાડીઓ બહાર થયા છે, પરંતુ એ પહેલા જાણો ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાન સામેની ટી૨૦ અને ર્ંડ્ઢૈં શ્રેણી માટે કઈ ટીમ પસંદ કરી છે. એરોન ફિન્ચ (સી), સીન એબોટ, એશ્ટન એગર, જેસન બેહરેનડોર્ફ, એલેક્સ કેરી, નાથન એલિસ, કેમેરોન ગ્રીન, ટ્રેવિસ હેડ, જાેસ ઈંગ્લિસ, માર્નસ લાબુશેન, મિશેલ માર્શ, બેન મેકડર્મોટ, કેન રિચાર્ડસન, સ્ટીવ સ્મિથ, માર્કસ સ્ટોઈનિસ અને એડમ જમ્પા.

TATA-IPL-Auction.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *