નવીદિલ્હી
દક્ષિણ આફ્રિકામાં યોજાનાર ટી૨૦ લીગમાં ચેન્નાઈ સુપર કિંગ્સની જાેહાનિસબર્ગ ફ્રેન્ચાઈઝને જાેબર્ગ સુપર કિંગ્સ નામ આપવામાં આવ્યું છે. ફાફ ડુ પ્લેસિસ ટીમની આગેવાની કરશે જ્યારે સ્ટિફન ફ્લેમિંગ કોચ રહેશે જેની ગુરુવારે સત્તાવાર જાહેરાત થઈ શકે છે. સીએસકેના સીઈઓ કે એસ વિશ્વનાથને દક્ષિણ આફ્રિકા ટી૨૦ લીગના કમિશનર ગ્રીમ સ્મિથ, જાેબર્ગ સુપર કિંગ્સના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ મુખ્ય કોચ ફ્લેમિંગ અને જાેનો લીફ રાઈટ સાથેની એક ચર્ચા દરમિયાન આ માહિતી આપી હતી. સીએસકે દ્વારા પ્રાપ્ત કરવામાં આવેલો લોગોનું પણ અનાવરણ કરાયું હતું. જાેબર્ગ સુપર કિંગ્સના કપ્તાન ડુ પ્લેસિસે આ લીગ કેવી રીતે દેશમાં ક્રિકેટ પર પ્રભાવ પાડી શકે છે અને યુવા પેઢીમાં બદલાવ લાવી શકે છે તે વિશે વાત કરી હતી.
